સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઉમેદવારી ફોર્મ ભરાવાની આંકડાકીય સ્થિતિ જાહેર.
પોરબંદર, 09 એપ્રિલ (હિ.સ.)26-04-2026ના રોજ યોજાનાર પોરબંદર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણી માટે તા. 09-04-2026 (ગુરૂવાર) સુધીની સ્થિતિએ ભરાયેલ ફોર્મની વિગતો અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર, પોરબંદર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઉમેદવારી ફોર્મ ભરાવાની આંકડાકીય સ્થિતિ જાહેર.


પોરબંદર, 09 એપ્રિલ (હિ.સ.)26-04-2026ના રોજ યોજાનાર પોરબંદર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણી માટે તા. 09-04-2026 (ગુરૂવાર) સુધીની સ્થિતિએ ભરાયેલ ફોર્મની વિગતો અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર, પોરબંદર દ્વારા જાહેર કરવામાં આવી છે.

પોરબંદર જિલ્લા પંચાયતની કુલ 18 બેઠકો માટે સામાન્ય ચૂંટણી યોજાનાર છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા અંતર્ગત જિલ્લા પંચાયત માટે કુલ 1 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. તેવી જ રીતે, પોરબંદર મહાનગરપાલિકાના કુલ 13 વોર્ડની ૫૨ બેઠકો માટેની ચૂંટણી પ્રક્રિયામાં પણ અત્યાર સુધીમાં કુલ 0 ફોર્મ ભરાયેલા જોવા મળે છે.

જિલ્લાની વિવિધ તાલુકા પંચાયતોની કુલ 54 બેઠકો માટેની વિગતો જોઈએ તો, પોરબંદર તાલુકા પંચાયતની 22 બેઠકો, રાણાવાવની 16 બેઠકો અને કુતિયાણા તાલુકા પંચાયતની 16 બેઠકોનો સમાવેશ થાય છે. જેમાં પોરબંદર તાલુકા પંચાયત માટે 0 ફોર્મ અને રાણાવાવ તાલુકા પંચાયત માટે 4 ફોર્મ ભરાયું છે, જ્યારે કુતિયાણામાં 0 ફોર્મ ભરાયા છે. આમ, તાલુકા પંચાયતોમાં કુલ 54 બેઠકની સામે અત્યાર સુધીમાં 4 ફોર્મ ભરાયા છે.

નગરપાલિકા સ્તરે રાણાવાવ અને કુતિયાણાની સામાન્ય તેમજ ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રાણાવાવ નગરપાલિકા માટે અત્યાર સુધીમાં 0 ફોર્મ ભરાયું છે, જ્યારે કુતિયાણા માટે ૨ ફોર્મ ભરાયુ છે. આમ, નગરપાલીકા સ્તરે કુલ 02 બેઠકની સામે અત્યાર સુધીમાં ૨ ફોર્મ ભરાયા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande