
પાટણ, 09 એપ્રિલ (હિ.સ.) પાટણ જિલ્લાના સિદ્ધપુર હાઈવે પર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરાયું હતું. આ દરમિયાન ગોકુળ યુનિવર્સિટી સામે અશોક લેલન બડા દોસ્ત ગાડીને રોકી તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન ગાડીમાંથી 15 કિલોના કુલ 308 ડબ્બા શંકાસ્પદ ઘી મળી આવ્યું, જેની કિંમત અંદાજે 7.70 લાખ રૂપિયા છે. ડ્રાઈવર પાસે આ જથ્થા અંગે કોઈ સંતોષકારક જવાબ ન મળતા પોલીસે તમામ ડબ્બા જપ્ત કર્યા.
ગાડીમાં સવાર વિજય અમૃતલાલ ગાંડાજી ઠાકોર, અને સચીન દિવાનજી લાલાજી ઠાકોર બંને રહે. નરોડા, અમદાવાદ, તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
પોલીસે 5 લાખ રૂપિયાની ગાડી સહિત કુલ 12.70 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને વધુ તપાસ ચાલુ છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ