અમદાવાદમાં મતાધિકાર જાગૃતિ માટે 'સ્વેપ' અભિયાનમાં 1900 શાળાઓના 1.5 લાખ વિદ્યાર્થીઓ જોડાયા
- શિક્ષણ વિભાગની સરાહનીય પહેલ હેઠળ શતાયુ મતદારો અને યુવાઓ સાથે અમદાવાદમાં ગુંજશે 100% મતદાનનો નાદ - ‘સ્વેપ’ અભિયાનમાં ચિત્ર સ્પર્ધા, સાયકલ રેલી અને સિગ્નેચર કેમ્પિયન દ્વારા જનજાગૃતિનો પ્રયાસ અમદાવાદ, 09 એપ્રિલ (હિ.સ.) : અમદાવાદમાં આગામી સ્થાનિક સ
1.5 lakh students from 1900 schools participated in Swap campaign for suffrage awareness in Ahmedabad


1.5 lakh students from 1900 schools participated in Swap campaign for suffrage awareness in Ahmedabad


- શિક્ષણ વિભાગની સરાહનીય પહેલ હેઠળ શતાયુ મતદારો અને યુવાઓ સાથે અમદાવાદમાં ગુંજશે 100% મતદાનનો નાદ

- ‘સ્વેપ’ અભિયાનમાં ચિત્ર સ્પર્ધા, સાયકલ રેલી અને સિગ્નેચર કેમ્પિયન દ્વારા જનજાગૃતિનો પ્રયાસ

અમદાવાદ, 09 એપ્રિલ (હિ.સ.) : અમદાવાદમાં આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા એક વિશેષ જનજાગૃતિ મુહિમ છેડવામાં આવી છે.

અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી અને 'સ્વેપ' (Systematic Voters' Awareness Plan) નોડલ અધિકારી આર.એમ.ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ શહેરની લગભગ 1900 શાળાઓમાં અભૂતપૂર્વ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 1.5 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ચિત્ર અને નિબંધ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો છે.

આ અભિયાન અંતર્ગત અમદાવાદની અનેક અગ્રણી શાળાઓમાં સાયકલ રેલી, સેલ્ફી પોઈન્ટ અને સિગ્નેચર કેમ્પિયન જેવા કાર્યક્રમો યોજાયા હતા.

આ મુહિમનું મુખ્ય આકર્ષણ NCC, NSS અને સ્કાઉટના વિદ્યાર્થીઓ છે, જેઓ પોતાના વિસ્તારના 'શતાયુ મતદારો' (100 વર્ષથી વધુ વયના) કે જેમણે અત્યાર સુધીની તમામ ચૂંટણીઓમાં અચૂક મતદાન કર્યું છે, તેમનો સંપર્ક કરી તેમનો પ્રેરણાદાયી સંદેશ જન-જન સુધી પહોંચાડશે.

આગામી દિવસોમાં વિદ્યાર્થીઓ દ્વારા વાલીઓને મતદાન માટે ખાસ મેસેજ કરવા અને નવા યુવા મતદારોને લોકશાહીના આ પર્વમાં જોડવા માટે સઘન આયોજન કરવામાં આવ્યું છે.

‘શિક્ષિત મતદાતા, સચેત મતદાતા’ અને ‘મારો મત, મારી તાકાત’ જેવા સૂત્રો સાથે વિદ્યાર્થીઓએ પોસ્ટર રેલી યોજી તા. 26 એપ્રિલ, 2026ના રોજ થનાર મતદાનમાં સૌને સહભાગી થવા અપીલ કરી હતી.

કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓએ શત-પ્રતિશત મતદાન કરવાના સામૂહિક શપથ લીધા હતા. આ પ્રસંગે શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી, શિક્ષણ વિભાગે શાળાઓના માધ્યમથી ઘરે-ઘરે લોકશાહીના આ મહાપર્વનો સંદેશ પહોંચાડી રાષ્ટ્રનિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande