અમદાવાદ માં નોંધાયેલ ગુન્હાનો ફરાર આરોપી કુતિયાણા પોલીસે ઝડપી પાડ્યો.
પોરબંદર, 09 એપ્રિલ (હિ.સ.) અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં દિવ્યેશ દુદાભાઈ બારીયા વિરુદ્ધ 2025 માં વિશ્વાસઘાત અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો દાખલ થયો હતો જે ગુનામાં આરોપી નાસ્તો ફરતો હતો જેને કુતિયાણા પોલીસ સ્ટાફ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છ
અમદાવાદ માં નોંધાયેલ ગુન્હાનો ફરાર આરોપી કુતિયાણા પોલીસે ઝડપી પાડ્યો.


પોરબંદર, 09 એપ્રિલ (હિ.સ.) અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં દિવ્યેશ દુદાભાઈ બારીયા વિરુદ્ધ 2025 માં વિશ્વાસઘાત અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો દાખલ થયો હતો જે ગુનામાં આરોપી નાસ્તો ફરતો હતો જેને કુતિયાણા પોલીસ સ્ટાફ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.

કુતિયાણા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પો.કોન્સ. વિજય ખીમાણંદભાઈ ગાગીયા તથા અક્ષયકુમાર જગતસિંહ ઝાલાને અમદાવાદના નવરંગપુરા પો.સ્ટે.માં 2025માં વિશ્વાસઘાત અને છેતરપિંડીની કલમો હેઠળ નોંધાયેલ ગુનામાં સંડોવાયેલ નાસ્તો ફરતો આરોપી દિવ્યેશ દુદાભાઈ બારીયા કુતિયાણાના માંડવા ગામના પાટીયા પાસે હોવાની બાતમી મળી હતી જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા આરોપી મળી આવ્યો હતો જેથી આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરીમાં પો.ઈન્સ એમ.ડી. વાળા, પોલીસ હેડ કોન્સ. પી.આર. ઓડેદરા, વાય.એસ.વાળા, પોલીસ કોન્સ. વિજય ખીમાણંદભાઈ ગાગીયા,અક્ષયકુમાર જગતસિંહ ઝાલા, અશ્વિન વેજાભાઈ વરૂ, ભરત ભોજાભાઈ ગોજીયા, અલ્તાબ હુસેનભાઈ સમા દ્વારા કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande