
પોરબંદર, 09 એપ્રિલ (હિ.સ.) પોરબંદર જિલ્લાના રાણાવાવ પોલીસ સ્ટેશનમાં થોડા દિવસો પૂર્વે જમીન પચાવી પાડવા મામલે ગુનો દાખલ થયો હતો જે ગુનો દાખલ થયાના ગણતરીના દિવસમાં નવનિયુક્ત પી.આઈ. ડાંગરના માર્ગદર્શન હેઠળ આરોપીને ઝડપી સરાહનીય કામગીરી કરવામાં આવી છે.
રાણાવાવ પો.સ્ટે.ના નવનિયુક્ત પો.ઈન્સ. બી.જી.ડાંગર, પો.સબ.ઈન્સ. આર.વી.મોરી તથા પોલીસ સ્ટાફના અધિકારીઓ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સતત પ્રયત્નશીલ હતા તે દરમ્યાન રાણાવાવ સર્વેલન્સ સ્ટાફને જમીન પચાવી પાડવાના ગુનામાં સંડોવાયેલ આરોપી રાણાવાવ ખાતે હોવાની બાતમી મળી હતી જે બાતમીના આધારે પોલીસે આરોપી કારાભાઈ પોલાભાઈ ગરચરને ઝડપી આગળની કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે. આ કામગીરી રાણાવાવ પો.સ્ટે.ના પો.ઈન્સ. બી.જી. ડાંગર, પો.સબ.ઈન્સ. આર.વી. મોરી, પો.હેડ.કોન્સ. બી.જે.દાસા, પો.કોન્સ. સંજય વાલાભાઇ, સરમણ દેવાયતભાઈ, જયમલ સામતભાઈ, કૃણાલસિંહ પ્રવિણસિંહ, દ્વારા કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya