જામનગરના દરેડ ગામે ડિમોલેશન પ્રકરણમાં માહિતી માંગવાનો મુદ્દો હાઇકોર્ટ સુધી પહોંચ્યો
જામનગર, 09 એપ્રિલ (હિ.સ.) જામનગર નજીકના દરેડ ગામે એક સાથે પાંચેક દુકાનોના ડિમોલીશન બાદ ગામના વ્યક્તિએ દુકાનો જે જગ્યાએ હતી, તે જગ્યાની માહિતી માંગતા તને છેક માહિતી આયોગ સુધી અપીલ માટે જવા છતાં માહિતી નહીં મળતાં આખરે ગુજરાત હાઈકોર્ટમાં મામલો પહોંચત
ગેરકાયદે બાંધકામનું ડીમોલેશન


જામનગર, 09 એપ્રિલ (હિ.સ.) જામનગર નજીકના દરેડ ગામે એક સાથે પાંચેક દુકાનોના ડિમોલીશન બાદ ગામના વ્યક્તિએ દુકાનો જે જગ્યાએ હતી, તે જગ્યાની માહિતી માંગતા તને છેક માહિતી આયોગ સુધી અપીલ માટે જવા છતાં માહિતી નહીં મળતાં આખરે ગુજરાત હાઈકોર્ટમાં મામલો પહોંચતા હાઈકોર્ટએ માહિતી આયોગ, તાલુકા વિકાસ અધિકારી અને તલાટી-કમ-મંત્રી સામે નોટીસ ઈશ્યુ કરવા સાથે અરજીની સુનાવણી જુન માસમાં મુક્કરર કરી છે.

અમુક કાચી-પાકી દુકાનોનું ડિમોલીશન ત્રણ વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ દુકાનો પૈકીના એક દુકાનના સબંધકર્તા અરજણ કરસનભાઈ સોલંકીએ તલાટી-કમ-મંત્રી પાસે ગામમાં જે જામનગર નજીકના દરેડ ગામે જગ્યાએ દુકાનો હતી તે જગ્યા અંગે માહિતી અધિકાર હેઠળ માહિતી માંગી હતી. પરંતુ તેણે માહિતી નહીં આપતા જામનગર તાલુકા વિકાસ અધિકારીને પ્રથમ અપીલ કરી હતી.

છતાં માહિતી ન મળતાં અરજદારે ગુજરાત માહિતી આયોગમાં અપીલ દાખલ કરી હતી. ત્યાં પણ માહિતી ન મળતાં આખરે અરજદારે ન્યાયનો આશરો લીધો છે. તેણે ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશ્યલ સિવીલ એપ્લિકેશન દાખલ કરતાં રાજ્યની વડી અદાલતે ગુજરાત માહિતી આયોગ અને તલાટી-કમ-મંત્રી સામે નોટીસ ઈશ્યુ કરવા સાથે 19 જૂન,26ના રોજ સુનાવણી મુક્કરર કરી છે. ઉલ્લેખનિય છે કે, જિલ્લાનો પ્રથમ અને મોટામાં મોટો લેન્ડ ગ્રેબીંગ કેસ જામનગરના દરેડ ગામે થયો હતો. જેમાં 100થી વધુ આરોપીઓ નોંધાયા હતા.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande