પોરબંદરમાં ડૉ. વી. આર.ગોઢાણીયા મહિલા કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
પોરબંદર, 09 એપ્રિલ (હિ.સ.) સ્થાનિક સ્વરાજ્ય એકમોની સામાન્ય, મધ્યસત્ર તથા પેટા ચૂંટણીઓ–2026 ને ધ્યાનમાં રાખીને પોરબંદર જિલ્લામાં મતદાર જાગૃતિ વધારવા વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરના માર્ગદર્શન હેઠળ સ્વેપ
પોરબંદરમાં ડૉ. વી. આર. ગોઢાણીયા મહિલા કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો.


પોરબંદરમાં ડૉ. વી. આર. ગોઢાણીયા મહિલા કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો.


પોરબંદરમાં ડૉ. વી. આર. ગોઢાણીયા મહિલા કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો.


પોરબંદર, 09 એપ્રિલ (હિ.સ.) સ્થાનિક સ્વરાજ્ય એકમોની સામાન્ય, મધ્યસત્ર તથા પેટા ચૂંટણીઓ–2026 ને ધ્યાનમાં રાખીને પોરબંદર જિલ્લામાં મતદાર જાગૃતિ વધારવા વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરના માર્ગદર્શન હેઠળ સ્વેપ (SVaP) કાર્યક્રમ અંતર્ગત મતદાતાઓમાં જાગૃતિ લાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ અનુસંધાને જિલ્લા શિક્ષણાધિકારી તથા સ્વેપ નોડલ અધિકારી વી. કે. પરમારની ટીમ દ્વારા ડો. વી. આર. ગોઢાણીયા મહિલા કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કોલેજની 250 થી વધુ વિદ્યાર્થીનીઓ તેમજ અધ્યાપકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.કાર્યક્રમની શરૂઆત કોલેજના આચાર્ય કેતન શાહએ મતદાનના મહત્વ પર પ્રકાશ પાડી દરેક નાગરિકે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ તેવી અપીલ કરી હતી. ત્યારબાદ સ્વેપ નોડલ પ્રતિનિધિ સંદીપ સોનીએ પણ મતદાર જાગૃતિ અંગે માર્ગદર્શન આપ્યું હતું. સાથે સાથે પ્રશ્નોત્તરી કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓની શંકાઓનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન પ્રથમ વખત મતદાન કરનાર વિદ્યાર્થીઓને ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અંતમાં કોલેજના આચાર્ય, પ્રાધ્યાપકો, વોલેન્ટિયર્સ અને તમામ વિદ્યાર્થીઓએ “અમે અવશ્ય મતદાન કરીશું અને અન્યને પણ પ્રેરિત કરીશું” તેવો સંકલ્પ કર્યો હતો. સ્વેપ ટીમના ડૉ. જીગ્નેશ પ્રશ્નાણી દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં કોલેજની તેજસ્વી વિદ્યાર્થીનીઓ મૈત્રી સોલંકી અને ગ્રીષ્મા વારાએ પણ મતદાર જાગૃતિ અંગે પ્રેરણાદાયક ભાષણો આપી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધાર્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સ્વેપ ટીમ દ્વારા સક્રિય કામગીરી કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande