
પોરબંદર, 09 એપ્રિલ (હિ.સ.) : પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવા બાબતે મહિલાઓ વચ્ચે બઘડાટી બોલતા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં જયશ્રીબેન વિક્રમભાઈ ઓડેદરાએ તેમના ઘરમાં સીસીટીવી કેમેરા લગાવ્યા હતા જે બાબતનું મનદુઃખ રાખી તેમના ઘરની સામે રહેતા નીરુબેન ભીમભાઈ ઓડેદરા અને કીર્તિબેન નિર્મલભાઈ ઓડેદરાએ જયશ્રીબેન તેમના ઘરની બહાર બેઠા હતા ત્યારે લાકડી વડે હુમલો કરી ભૂંડી ગાળો આપી હતી અને જયશ્રીબેનના દીકરા સંજયને સીસીટીવી કેમેરા કઢાવી નાખજે બાકી જાનથી મારી નાખીશું એવી ધમકી આપી હતી. આ મામલે જયશ્રીબેને કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya