
પોરબંદર, 09 એપ્રિલ (હિ.સ.) : પોરબંદરમા સ્થાનિક સ્વરાજયની ચુંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે પોરબંદર જીલ્લા પંચાયત અને પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા એમ ત્રણ તાલુકા પંચાયત અને પોરબંદર મહાનગરપાલિકાની ચુંટણી યોજાનાર છે જેને લઈ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી છે. આજ રાત્રી સુધીમા પોરબંદર ભાજપના ઉમેદવારોની યાદી જાહેર થશે તેવી શક્યાતા છે. પોરબંદર મહાનગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકો માટે ચુંટણી જંગ જવાનો છે. ભાજપ, કોગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખીયા જંગની શક્યતા જોવા મળી રહી છે.
આજે પોરબંદર ભાજપ દ્રારા ઉમેદવારોની જાહેરાત કરવામા આવશે જેને લઈ કયાંક નારાજગી પણ સામે આવશે તેવી ચર્ચાઓ અત્યારથી શરૂ થઇ છે. ખાસ કરીને પોરબંદર મહાનગરપાલિકાની ચુંટણી રસપ્રદ બની રહેશે કારણ કે આ વખતે ભાજપમા 450 જેટલા ઉમેદવારો દાવેદારી કરી છે અને તેમાંથી પસંદગી કરવાની આવી સ્થિતિમા કોના પત્તા કપશે અને કોણ નવા ચહેરા સામે આવશે તેમને લઈ પણ ચર્ચાઓ જોવા મળી રહી છે. જોકે આજ સાંજ સુધીમા ઉમેદવારોની યાદી જાહેર થાય તેવી શકયતાઓ જોવા મળી રહી છે. જુના જોગીઓ પણ ચિંતામા હોવનુ કહેવાય છે કારણે કે તેમના નામ જાહેર થશે કે કેમ તેને લઈ સતત પુછા કરી રહ્યા છે. કેટલાક ઉમદેવારો સતત ટેન્સનમા જોવા મળી રહ્યા હોવાનુ પણ કહેવાય છે.
જોકે કોગ્રેસ અને આપ દ્રારા મોટાભાગના નામ જાહેર કરવામા આવ્યા નથી ભાજપના ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ કોગ્રેસ અને આપ પોતાના ઉમેદાવારોના નામ જાહેર કરશે તેવુ જાણવા મળી રહ્યુ છે કારણ કે ભાજપમાંથી કોઈ નારાજ થઈ અને અન્ય પક્ષનો હાથ પકડવાનુ વિચારે તો તેમના માટે આપ અને કોગ્રસે વિકલ્પક રાખ્યો હોવાની રાજકીય ચર્ચા જોવા મળી રહી છે આજે સાંજ સુધીમા ભાજપ ઉમેદવારો જાહેર કરશે તેવી પુર શકયતાઓ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya