
વલસાડ 09 એપ્રિલ (હિ.સ.) : વલસાડ જિલ્લાના વાપી શહેરના વટાર વિસ્તારમાંથી ૧૫ વર્ષીય યુવતી ગુમ થતાં ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ, વટાર ખાતે સાંઈ દર્શન સી વિંગમાં ફલેટ નં. 103 માં રહેતા રાજેશ બુદ્ધિરામ ડેકાની પુત્રી કોમલ તા. 03 એપ્રિલ, 2026 ના રોજ બપોરે આશરે ૧૨ વાગ્યાના સમયે ઘરેથી કોઈને જાણ કર્યા વિના નીકળી ગઈ હતી.
પરિવારજનોના જણાવ્યા અનુસાર, કોમલ પોતે જતી રહી હોય અથવા કોઈ અજાણ્યા ઈસમ દ્વારા લલચાવી-ફોસલાવીને અપહરણ કરવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બનાવને લઈને પિતા રાજેશ ડેકાએ વાપી ટાઉન પોલીસ મથકે ગુમશુદગી તેમજ અપહરણની ફરિયાદ નોંધાવી છે.
ગુમ થયેલી કોમલની ઓળખ અંગે વિગતો મુજબ, તે મધ્યમ બાંધાની, ગોરા વર્ણની અને આશરે સવા પાંચ ફૂટ ઊંચાઈ ધરાવે છે. તે છેલ્લે ઘરેથી નીકળતી વખતે લાલ રંગનો પંજાબી ડ્રેસ તથા સફેદ રંગની ચંપલ પહેરી હતી. તે હિન્દી અને ગુજરાતી ભાષા જાણે છે.
પોલીસ દ્વારા યુવતીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. જો કોઈને કોમલ રાજેશ ડેકા અંગે કોઈ માહિતી મળે તો વાપી ટાઉન પોલીસ મથક અથવા પીએસઆઈ સી.ડી. ડામોરના મોબાઇલ નંબર 8160873170 પર તાત્કાલિક જાણ કરવા અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha