
અમરેલી, 01 મે (હિ.સ.) : સાવરકુંડલા ખાતે ધારાસભ્ય મહેશ કસવાલાની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાવરકુંડલા નગરપાલિકાના તાજેતરમાં ચૂંટાયેલા નવા સદસ્યો જોડાયા હતા અને શહેરના સર્વાંગી વિકાસ માટે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન શહેરમાં પ્રાથમિક સુવિધાઓના વિસ્તરણ, સ્વચ્છતા વ્યવસ્થામાં સુધારા, નિયમિત અને પૂરતા પાણી પુરવઠા, માર્ગ વ્યવસ્થાના સુધારા તેમજ નાગરિક સુખાકારીને કેન્દ્રમાં રાખીને યોજનાઓ તૈયાર કરવા પર ખાસ ભાર મુકાયો હતો. ધારાસભ્યએ તમામ સદસ્યોને સંકલન અને જવાબદારી સાથે કાર્ય કરવાની સલાહ આપી હતી.
આ ઉપરાંત, શહેરના વિકાસ માટે નવી પહેલો અને યોજનાઓને ઝડપી ગતિએ અમલમાં મુકવા તેમજ નાગરિકોને સુવિધાઓ વધુ સુલભ બને તે માટે ચર્ચા કરવામાં આવી. તમામ સદસ્યોને જનસેવામાં નિષ્ઠાપૂર્વક કાર્ય કરી શહેરને વધુ પ્રગતિશીલ બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો.
આ અવસર પર ધારાસભ્ય દ્વારા નવા ચૂંટાયેલા સદસ્યોને હાર્દિક અભિનંદન પાઠવી તેમની જવાબદારી સફળતાપૂર્વક નિભાવવા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai