પાટણમાં પીનલ સોલંકીની ઐતિહાસિક જીત
પાટણ, 01 મે (હિ.સ.)પાટણ નગરપાલિકાની 2026ની ચૂંટણીમાં વોર્ડ નંબર 10માંથી પીનલ સોલંકીએ 4194 મત મેળવી જીત મેળવી અને શહેરની તમામ મહિલા ઉમેદવારોમાં સૌથી વધુ મત મેળવવાનો રેકોર્ડ સ્થાપ્યો છે. તેમણે પોતાના હરીફ સામે 2806 મતોની લીડ મેળવી છે. અનુસૂચિત જાતિન
પાટણમાં પીનલ સોલંકીની ઐતિહાસિક જીત


પાટણ, 01 મે (હિ.સ.)પાટણ નગરપાલિકાની 2026ની ચૂંટણીમાં વોર્ડ નંબર 10માંથી પીનલ સોલંકીએ 4194 મત મેળવી જીત મેળવી અને શહેરની તમામ મહિલા ઉમેદવારોમાં સૌથી વધુ મત મેળવવાનો રેકોર્ડ સ્થાપ્યો છે. તેમણે પોતાના હરીફ સામે 2806 મતોની લીડ મેળવી છે.

અનુસૂચિત જાતિના હોવા છતાં પીનલ સોલંકીએ જનરલ સીટ પરથી ચૂંટણી લડી અને સતત ત્રીજી વખત વિજય મેળવી હેટ્રિક નોંધાવી છે. તેઓ મીરા દરવાજા વણકરવાસના રહેવાસી છે.

પક્ષીય ફેરફારો છતાં પણ મતદારોએ તેમના પર વિશ્વાસ જાળવી રાખ્યો છે. તેમણે અગાઉ કોંગ્રેસ, ત્યારબાદ ભાજપ અને ફરી કોંગ્રેસમાંથી ચૂંટણી લડી હતી, છતાં તેમની લોકપ્રિયતા યથાવત રહી છે.

શહેરમાં રાજકીય ચર્ચાઓ વચ્ચે પીનલ સોલંકી અને વિપુલ સોલંકીની જોડીએ વોર્ડ નંબર 10માં પોતાનો ગઢ મજબૂત રાખ્યો છે, જ્યાં મતદારોએ પક્ષ કરતાં તેમના કાર્ય પર વધુ વિશ્વાસ મૂકી વિજય અપાવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande