અનોખી જન્મદિવસ ઉજવણી – 1111 કિલો કેરીના રસથી ગૌમાતાને મિષ્ઠ ભોજન અર્પણ
ભાવનગર, 01 મે (હિ.સ.) : ભાવનગરમાં માનવતા અને જીવદયા નું સુંદર ઉદાહરણ જોવા મળ્યું છે. નમ્રમુનિ મહારાજની પ્રેરણાથી અર્હમ યુવા સેવા ગ્રુપ ભાવનગર દ્વારા ઉનાળાની અસહ્ય ગરમીમાં ગૌમાતાને શાતા પહોંચાડવાના ઉમદા ભાવ સાથે વિશેષ સેવા કાર્ય કરવામાં આવ્યું. ભાવ
સેવા


ભાવનગર, 01 મે (હિ.સ.) : ભાવનગરમાં માનવતા અને જીવદયા નું સુંદર ઉદાહરણ જોવા મળ્યું છે. નમ્રમુનિ મહારાજની પ્રેરણાથી અર્હમ યુવા સેવા ગ્રુપ ભાવનગર દ્વારા ઉનાળાની અસહ્ય ગરમીમાં ગૌમાતાને શાતા પહોંચાડવાના ઉમદા ભાવ સાથે વિશેષ સેવા કાર્ય કરવામાં આવ્યું.

ભાવનગર અર્હમ ગ્રુપના સેવાભાવી સભ્ય સમીર ગાંધી દ્વારા પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરતા ગૌસેવામાં યોગદાન આપ્યું. તેમના જન્મદિવસ નિમિતે 1111 કિલો કેરીના રસનું મિષ્ઠ ભોજન તૈયાર કરી ગૌમાતાને અર્પણ કરવામાં આવ્યું, જે સેવા અને સંસ્કારનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે. જેમાં ભાવનગરની કામધેનુ ગૌશાળા તેમજ કુંભારવાડા ગૌશાળાની અંદાજે 500થી વધુ ગૌમાતાને કેરીનો રસ પીવડાવવામાં આવ્યો. ઉનાળાની તીવ્ર ગરમીમાં ગૌમાતાને ઠંડક અને પોષણ મળે તે માટે આ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા દેશભરમાં જીવદયા અને માનવતા આધારિત અનેક પ્રકલ્પો ચાલી રહ્યા છે. આવા સેવાકાર્યો સમાજમાં કરુણા, દયા અને સંવેદનાની ભાવના મજબૂત બનાવે છે. સમીર ગાંધી વર્ષોથી અર્હમ ગ્રુપ સાથે જોડાઈને સેવા કાર્યમાં સક્રિય રહ્યા છે, અને તેમના જન્મદિવસને ગૌસેવા સાથે જોડીને તેમણે એક પ્રેરણાદાયક સંદેશ આપ્યો છે. આ પ્રસંગે અબોલ જીવોના આશીર્વાદ મેળવી સમીરભાઈએ પોતાના જીવનનો આ ખાસ દિવસ યાદગાર બનાવ્યો, જેનાથી સમાજમાં સેવા અને જીવદયા માટે નવી પ્રેરણા મળી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande