વલસાડમાં ઇન્શ્યોરન્સ કંપનીને ઝટકો: ગ્રાહકને ક્લેમ સાથે વ્યાજ ચૂકવવાનો આદેશ
વાપી, 01 મે (હિ.સ.) : વલસાડ જિલ્લામાં એક મહત્વપૂર્ણ કાનૂની મામલો સામે આવ્યો છે, જેમાં ઇન્શ્યોરન્સ કંપની દ્વારા ગ્રાહકનો ક્લેમ નકારી પાડવાનો નિર્ણય કંપની માટે ભારે સાબિત થયો છે. ગ્રાહકે હિંમત ન હારતા કાનૂની લડત લડી અને અંતે ન્યાય મેળવ્યો છે. મળતી મ
વકીલ પી.અન.સિંહ


વાપી, 01 મે (હિ.સ.) : વલસાડ જિલ્લામાં એક મહત્વપૂર્ણ કાનૂની મામલો સામે આવ્યો છે, જેમાં ઇન્શ્યોરન્સ કંપની દ્વારા ગ્રાહકનો ક્લેમ નકારી પાડવાનો નિર્ણય કંપની માટે ભારે સાબિત થયો છે. ગ્રાહકે હિંમત ન હારતા કાનૂની લડત લડી અને અંતે ન્યાય મેળવ્યો છે.

મળતી માહિતી મુજબ, એક ગ્રાહકે પોતાની પોલિસી મુજબ ઇન્શ્યોરન્સ ક્લેમ કર્યો હતો, પરંતુ કંપનીએ યોગ્ય કારણ વિના ક્લેમ નામંજૂર કરી દીધો હતો. કંપનીના આ નિર્ણયથી અસંતુષ્ટ ગ્રાહકે વલસાડ સ્થિત ઉપભોક્તા વિવાદ નિવારણ આયોગનો દરવાજો ખખડાવ્યો હતો. આ કેસમાં જાણીતા વકીલ પી. એન. સિંગ દ્વારા ગ્રાહકના પક્ષમાં મજબૂત દલીલો રજૂ કરવામાં આવી. તેમણે અગાઉના કાયદાકીય નિર્ણયોનો ઉલ્લેખ કરી ગ્રાહકનો પક્ષ વધુ મજબૂત બનાવ્યો હતો. સુનાવણી દરમિયાન તમામ પુરાવા અને દલીલો ધ્યાનમાં લઈને કન્ઝ્યુમર ફોરમે સ્પષ્ટ નોંધ્યું કે ઇન્શ્યોરન્સ કંપનીનો નિર્ણય ખોટો હતો.

ફોરમે પોતાના અંતિમ ચુકાદામાં કંપનીને આદેશ આપ્યો કે ગ્રાહકને ક્લેમની સંપૂર્ણ રકમ સાથે વ્યાજ ચૂકવવું પડશે. આ નિર્ણય માત્ર એક ગ્રાહક માટે જ નહીં, પરંતુ અન્ય તમામ ગ્રાહકો માટે પણ મહત્વપૂર્ણ સંદેશ સમાન છે. આ ચુકાદાથી સ્પષ્ટ થાય છે કે ગ્રાહકોના હકોની રક્ષા માટે કન્ઝ્યુમર ફોરમ સક્રિય રીતે કાર્યરત છે. જો કોઈ ગ્રાહકનો ઇન્શ્યોરન્સ ક્લેમ ખોટી રીતે રદ કરવામાં આવે, તો તે નિર્ભય રીતે ઉપભોક્તા ફોરમમાં ફરિયાદ નોંધાવીને ન્યાય મેળવી શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande