
વાપી, 01 મે (હિ.સ.) : વાપીના ભડકમોરા વિસ્તારમાંથી એક ૧૮ વર્ષીય યુવતી ગુમ થવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, વાપીના ભડકમોરા ખાતે મુકેશભાઇની ચાલ, રૂમ નં. ૮ માં રહેતા રાજભર યાદવની પુત્રી ખુશી તા. ૦૬ એપ્રિલ, ૨૦૨૬ના રોજ સાંજે ૪થી ૭ વાગ્યા દરમિયાન પોતાના ઘરેથી ક્યાંક ચાલી ગઈ હતી. ઘટનાના સમયે ખુશીએ પોતાની નાની બહેનને ઘરમાં એકલી મૂકી બહાર જતાં બાદથી તેનો કોઇ પતો લાગ્યો નથી. પરિવારજનો દ્વારા શક્ય તેટલી શોધખોળ કરવામાં આવી હોવા છતાં યુવતી અંગે કોઈ માહિતી મળી નથી.
આ બનાવ અંગે યુવતીના પિતા રાજભર યાદવે વાપી જીઆઇડીસી પોલીસ મથકે ગુમ થવાની નોંધ કરાવી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી યુવતીની શોધખોળ શરૂ કરી છે. ગુમ થયેલી ખુશી શરીરે મધ્યમ બાંધાની, ઘંઉવર્ણી અને આશરે પાંચ ફૂટ ઊંચાઈ ધરાવે છે. તેણીએ ગુલાબી રંગનું ટોપ, કાળા રંગની લેગિંગ્સ અને કાળો દુપટ્ટો પહેર્યો હતો તેમજ પગમાં સેન્ડલ પહેરેલી હતી. તેણીએ તાજેતરમાં માર્ચ ૨૦૨૬માં ધોરણ ૧૨ની પરીક્ષા આપી હતી અને હિન્દી તથા અંગ્રેજી ભાષા જાણે છે.
પોલીસે જનતાને અપીલ કરી છે કે જો કોઇ વ્યક્તિને આ યુવતી અંગે કોઈ માહિતી મળે તો વાપી જીઆઇડીસી પોલીસ સ્ટેશનના અધિક હેડ કોન્સ્ટેબલ ભીખુભાઇ કાળુસિંહના મોબાઇલ નંબર ૯૫૧૨૭૪૯૨૬૧ પર તરત સંપર્ક કરવા વિનંતી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha