ઓડિશાના 27 જિલ્લાઓમાં વાવાઝોડા અને વીજળી પડવાની ચેતવણી, આઈએમડી દ્વારા યલો એલર્ટ જાહેર
ભુવનેશ્વર, નવી દિલ્હી, 02 મે (હિ.સ.). ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) એ, ઓડિશાના અનેક ભાગો માટે યલો એલર્ટ જાહેર કરતા વાવાઝોડા, વીજળી પડવા અને ભારે પવનની ચેતવણી આપી છે. વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યના 27 જિલ્લાઓમાં બપોર અને સાંજ દરમિયાન હવામાન ખરાબ રહે
ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)


ભુવનેશ્વર, નવી દિલ્હી, 02 મે (હિ.સ.). ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) એ, ઓડિશાના અનેક ભાગો માટે યલો એલર્ટ જાહેર કરતા વાવાઝોડા, વીજળી પડવા અને ભારે પવનની ચેતવણી આપી છે. વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યના 27 જિલ્લાઓમાં બપોર અને સાંજ દરમિયાન હવામાન ખરાબ રહેવાની શક્યતા છે.

આઈએમડીના પૂર્વાનુમાન મુજબ, રવિવારે અનેક સ્થળોએ 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આનાથી પ્રભાવિત જિલ્લાઓમાં મયૂરભંજ, ક્યોંઝર, બાલાસોર, સુંદરગઢ, કટક, ખુર્દા, પુરી, ગંજમ, ગજપતિ, રાયગઢા, કાલાહાંડી, કંધમાલ, કોરાપુટ અને મલકાનગીરીનો સમાવેશ થાય છે.

તેવી જ રીતે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે મધ્યમ પવન સાથે વાવાઝોડાની શક્યતા ઝારસુગુડા, સંબલપુર, બરગઢ, દેવગઢ, અંગુલ, ઢેંકનાલ, બૌધ, નબરંગપુર, ભદ્રક, જાજપુર, કેન્દ્રપાડા, જગતસિંગપુર અને નયાગઢ જિલ્લાઓમાં વ્યક્ત કરવામાં આવી છે.

4 મે માટે પણ હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે, જેમાં મયૂરભંજ, બાલાસોર, ખુર્દા, કંધમાલ, રાયગઢા, ગજપતિ, ગંજમ, મલકાનગીરી, કોરાપુટ અને નબરંગપુરનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, 5 મેના રોજ અનેક જિલ્લાઓમાં સ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ દિવસે મયૂરભંજ, ક્યોંઝર, બાલાસોર, ભદ્રક, ગંજમ, ગજપતિ અને રાયગઢા જિલ્લાઓમાં કરા પડવાની અને 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે, પુરી, ખુર્દા, નયાગઢ, સોનપુર, બૌધ, નુઆપાડા, બલાંગીર, કાલાહાંડી, કંધમાલ, નબરંગપુર, કોરાપુટ, મલકાનગીરી, જાજપુર, કેન્દ્રપાડા, કટક અને જગતસિંગપુર જેવા જિલ્લાઓમાં યલો એલર્ટ અમલી રહેશે.

હવામાન વિભાગે લોકોને અપીલ કરી છે કે તેઓ બપોર અને સાંજના સમયે વિશેષ તકેદારી રાખે. ગ્રામીણ વિસ્તારોમાં લોકોને ઝાડ નીચે આશરો લેવાનું ટાળવા, ખુલ્લા મેદાનો અને જળાશયોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. ખેડૂતો અને બહાર કામ કરતા લોકોને તેમની પ્રવૃત્તિઓ સાવચેતીપૂર્વક આયોજન કરીને કરવા માટે કહેવામાં આવ્યું છે.

આ સાથે માછીમારોને 5 મે સુધી ઉત્તર ઓડિશાના દરિયાકાંઠાની આસપાસ દરિયામાં ન જવાની ચેતવણી આપી છે, કારણ કે આ સમયગાળા દરમિયાન દરિયાની સ્થિતિ ખરાબ રહેવાની શક્યતા છે.

હિન્દુસ્થાન સમાચાર / સુનીતા મહંતો / સત્યવાન

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande