પેટ્રોલ-ડીઝલના ભાવોમાં વધારા પર કોંગ્રેસ આક્રમક
નવી દિલ્હી, 25 મે (હિ.સ.). કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ, પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત થઈ રહેલા વધારાને લઈને કેન્દ્ર સરકાર પર જનતા પર આર્થિક બોજ નાખવાનો આરોપ લગાવ્યો છે. તેમણે એક્સ પર કહ્યું કે, છેલ્લા 10 દિવસમાં ઇંધણની કિંમતોમાં ચોથી વખત
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે


નવી દિલ્હી, 25 મે (હિ.સ.). કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ, પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત થઈ રહેલા વધારાને લઈને કેન્દ્ર સરકાર પર જનતા પર આર્થિક બોજ નાખવાનો આરોપ લગાવ્યો છે. તેમણે એક્સ પર કહ્યું કે, છેલ્લા 10 દિવસમાં ઇંધણની કિંમતોમાં ચોથી વખત વધારો કરવામાં આવ્યો છે, જેનાથી સામાન્ય લોકોની બચત પર સીધી અસર પડી રહી છે.

ખડગેએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસોમાં અત્યાર સુધીમાં પેટ્રોલની કિંમતમાં 7.35 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમતમાં 7.53 રૂપિયા પ્રતિ લીટરનો વધારો નોંધાયો છે. સરકારની નીતિઓના કારણે સામાન્ય જનતાની બચત પર અસર પડી રહી છે. સરકાર લોકોની બચત પર લૂંટ ચલાવી રહી છે. તેમણે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલની કિંમતોનો ઉલ્લેખ કરતા દાવો કર્યો કે, વૈશ્વિક સ્તરે કિંમતોમાં અપેક્ષિત વધારો થયો નથી. તેમ છતાં સ્થાનિક બજારમાં ઇંધણના દરો વધારવામાં આવી રહ્યા છે.

કોંગ્રેસ અધ્યક્ષે, વર્ષ 2014ની સરખામણીમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં થયેલા વધારાનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, આની સૌથી વધુ અસર મધ્યમ વર્ગ, ખેડૂતો અને નાના વેપારીઓ પર પડી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande