
રાયબરેલી, 26 મે (હિ.સ.). લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને સાંસદ રાહુલ ગાંધી, વડાપ્રધાન અને ગૃહમંત્રી અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ ફરી ન્યાયિક પ્રક્રિયામાં ફસાયા છે. એક મુસ્લિમ ભાજપ નેતાએ રાયબરેલી કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. કોર્ટે ફરિયાદ નોંધી લીધી છે અને આગામી સુનાવણીની તારીખ કોર્ટે 16 જૂન નક્કી કરી છે. શકીલ અહેમદ ખાને જણાવ્યું કે, રાહુલ ગાંધીએ વેરભાવનાથી દેશના વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી પર વાંધાજનક ટિપ્પણી કરી હતી, જેનાથી તેમને ઊંડો આઘાત લાગ્યો છે અને તેમની માનહાનિ થઈ છે. અરજીકર્તાએ આરોપ લગાવ્યો કે, રાહુલ ગાંધીએ દેશનું વાતાવરણ બગાડવા માટે જાહેર મંચ પરથી ટિપ્પણી કરીને વડાપ્રધાન, ગૃહમંત્રી અને ભાજપની છબી ખરાબ કરી છે. શકીલ અહેમદ ખાને જણાવ્યું કે, રાહુલ ગાંધી વિરુદ્ધ પોલીસ સ્તરેથી કોઈ કાર્યવાહી ન થતાં તેમણે એમપી-એમએલએ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. કોર્ટે આ કેસ સ્વીકારીને સુનાવણી માટે 16 જૂનની તારીખ નક્કી કરી છે.
ઉલ્લેખનીય છે કે, સોમવારે જિલ્લાની ન્યાયાલય પંચમ અપર સિવિલ જજ (જૂનિયર ડિવિઝન) વિનયશીલની કોર્ટમાં ભાજપ નેતા શકીલ અહેમદ ખાને માનહાનિની ફરિયાદ દાખલ કરી છે. તેમણે કોર્ટ પાસે રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપવાની માંગ કરી છે. કોર્ટે ફરિયાદ નોંધી લીધી છે.
હિન્દુસ્થાન સમાચાર / રજનીશ પાંડે / સુનીલ સક્સેના
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ