આતંકી ફંડિંગ મામલે, કાશ્મીર ઘાટીમાં અનેક સ્થળો પર એનઆઈએના દરોડા
શ્રીનગર, નવી દિલ્હી, 25 મે (હિ.સ.) રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ સોમવારે કાશ્મીર ઘાટીમાં ચાલી રહેલી, આતંકી ફંડિંગની તપાસના સિલસિલામાં અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આતંકી નેટવર્ક, ઓવરગ્રાઉન્ડ વર્કર્સ અને શંકાસ્પદ
આતંકી ફંડિંગ મામલે, કાશ્મીર ઘાટીમાં અનેક સ્થળો પર એનઆઈએના દરોડા


શ્રીનગર, નવી દિલ્હી, 25 મે (હિ.સ.) રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ સોમવારે કાશ્મીર ઘાટીમાં ચાલી રહેલી, આતંકી ફંડિંગની તપાસના સિલસિલામાં અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આતંકી નેટવર્ક, ઓવરગ્રાઉન્ડ વર્કર્સ અને શંકાસ્પદ આતંકી ફંડિંગ પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે શ્રીનગર અને ઘાટીના અન્ય જિલ્લાઓમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું કે, શોપિયાંના ઇમામ સાહિબ વિસ્તારમાં પ્રતિબંધિત જૈશ સાથે જોડાયેલા સિરાજ-ઉલ-ઉલૂમ અને શ્રીનગરમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે.

આ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર પોલીસ અને અર્ધલશ્કરી દળોની મદદથી, એનઆઈએની ટીમો સંબંધિત સ્થળો પર તલાશી લઈ રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande