વડાપ્રધાન મોદીએ ફાલતાની જીત પર બંગાળના ભાજપના કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા
નવી દિલ્હી, 25 મે (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, પશ્ચિમ બંગાળની ફાલતા વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની રેકોર્ડ જીત પર ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ લોકશાહીની જીત અને ગુંડાગીરીની હાર છે. તેમણે આ જીત બદલ પશ્ચિમ બંગાળના તમામ ભાજ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 25 મે (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, પશ્ચિમ બંગાળની ફાલતા વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની રેકોર્ડ જીત પર ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ લોકશાહીની જીત અને ગુંડાગીરીની હાર છે. તેમણે આ જીત બદલ પશ્ચિમ બંગાળના તમામ ભાજપ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા છે.

વડાપ્રધાન મોદીએ મોડી રાત્રે એક્સ પર લખ્યું, ફાલતાના લોકોએ પોતાનો ચુકાદો આપી દીધો છે. લોકશાહીની જીત થઈ છે અને ડરાવવા-ધમકાવનારી શક્તિઓની હાર. રેકોર્ડ માર્જિનથી જીત મેળવવા બદલ શ્રી દેબાંગ્શુ પાંડાજીને અભિનંદન. આ પશ્ચિમ બંગાળની જનતાનો ભાજપ પ્રત્યેનો અટૂટ વિશ્વાસ દર્શાવે છે. લોકો પશ્ચિમ બંગાળ સરકારના દરેક ક્ષેત્રમાં કરવામાં આવી રહેલા ઉત્કૃષ્ટ કાર્યોને જોઈ રહ્યા છે અને તેથી જ તેમણે અમને પોતાના આશીર્વાદ આપવાનો નિર્ણય કર્યો છે.

તેમણે બીજી પોસ્ટમાં લખ્યું, પશ્ચિમ બંગાળના તમામ ભાજપ કાર્યકર્તાઓને તેમના શાનદાર કાર્ય બદલ મારા અભિનંદન. આગામી સમયમાં પણ અમે પશ્ચિમ બંગાળની પ્રગતિ માટે કામ કરતા રહીશું. ફાલતાની જીત એ પશ્ચિમ બંગાળની જનતાના ભાજપમાં અટૂટ વિશ્વાસનું પ્રમાણ છે. પશ્ચિમ બંગાળના તમામ ભાજપ કાર્યકર્તાઓને તેમના અસાધારણ પ્રયાસો બદલ મારા અભિનંદન.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande