
નવી દિલ્હી, 25 મે (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, સૌના સુખ, સમૃદ્ધિ અને ખુશહાલીની કામના કરતા સંસ્કૃતનું એક સુભાષિત શેર કર્યું. તેમણે આજે એક્સ પોસ્ટમાં જણાવ્યું હતું કે પ્રકૃતિની કૃપા, સૂર્યદેવની ઉર્જા અને વરસાદના આશીર્વાદ આપણા સૌના જીવનને સુખ-સૌભાગ્યથી સમૃદ્ધ કરે. કામના છે કે ધરતી પર હંમેશા હરિયાળી અને ખુશહાલી બની રહે.
વડાપ્રધાને સુભાષિત શેર કર્યું,
“शं नो देवः सविता त्रायमानः शं नो भवन्तुषसो विभातिः।शं नः पर्जन्यो भवतु प्रजाभ्यः शं नः क्षेत्रस्य पतिरस्तु शम्भुः॥”
આ સુભાષિતનો અર્થ એ છે કે, તેજસ્વી રક્ષક સવિતા દેવ આપણા પર કૃપા કરે, ઉજ્જવળ સૂર્યોદય આપણા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લઈને આવે તથા વરસાદના દેવતા પર્જન્ય જનકલ્યાણની રક્ષા કરે. સાથે જ ખેતરો, પાકો અને ભૂમિના સ્વામી સૌને સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે.
હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ