ઉન્નાવ એક્સપ્રેસ-વે પર ડબલ ડેકર બસ પલટી, સીવાનના દરોગા અને કેદી સહિત પાંચનાં મોત, અનેક પોલીસકર્મીઓ ઘાયલ
સીવાન (બિહાર), નવી દિલ્હી, 26 મે (હિ.સ.). ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં મંગળવારે સવારે લખનૌ-આગ્રા એક્સપ્રેસ-વે પર ડબલ ડેકર એસી બસ પલટી જતાં સીવાન પોલીસ લાઈનમાં તૈનાત એક દરોગા અને એક કેદી સહિત પાંચ લોકોનાં મોત નીપજ્યાં હતાં. અકસ્માતમાં ત્રણ પોલીસકર્મીઓ સ
ઉન્નાવ એક્સપ્રેસ-વે પર ડબલ ડેકર બસ પલટી, સીવાનના દરોગા અને કેદી સહિત પાંચનાં મોત, અનેક પોલીસકર્મીઓ ઘાયલ


સીવાન (બિહાર), નવી દિલ્હી, 26 મે (હિ.સ.). ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં મંગળવારે સવારે લખનૌ-આગ્રા એક્સપ્રેસ-વે પર ડબલ ડેકર એસી બસ પલટી જતાં સીવાન પોલીસ લાઈનમાં તૈનાત એક દરોગા અને એક કેદી સહિત પાંચ લોકોનાં મોત નીપજ્યાં હતાં. અકસ્માતમાં ત્રણ પોલીસકર્મીઓ સહિત 15 લોકો ઘાયલ થયા હતા.

માહિતી અનુસાર, સીવાન મંડળ જેલમાં બંધ હત્યાના આરોપી કેદી છત્તરપાલ સિંહ તોમરને પેશી માટે પોલીસ ટીમ ગુરુગ્રામ કોર્ટમાં લઈ ગઈ હતી. પેશી બાદ પોલીસ ટીમ બસ દ્વારા પરત ફરી રહી હતી. આ દરમિયાન મંગળવારે સવારે અંદાજે 5 વાગ્યે ઉન્નાવ નજીક લખનૌ-આગ્રા એક્સપ્રેસ-વે પર બસ અનિયંત્રિત થઈને પલટી ગઈ હતી.

મૃતકોની ઓળખ સીવાન પોલીસ લાઈનમાં તૈનાત દરોગા રામચંદ્ર રામ (59) અને ગુરુગ્રામના રહેવાસી કેદી છત્તરપાલ સિંહ તોમર (59) તરીકે થઈ છે. અન્ય ત્રણ મૃતકોની ઓળખ થઈ શકી નથી.

બસમાં આશરે 30 મુસાફરો સવાર હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં ડ્રાઇવરને ઝોકું આવી જતાં અકસ્માત થયો હોવાની વાત સામે આવી છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક પોલીસ અને રાહત ટીમે ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. સીવાનના એસપી પૂરન કુમાર ઝાએ જણાવ્યું કે, મંડળ જેલના કેદીને ગુરુગ્રામ કોર્ટમાં પેશી માટે લઈ જવામાં આવ્યો હતો. પરત ફરતી વખતે ઉન્નાવમાં બસ અકસ્માતમાં દરોગા અને કેદીનું મોત નીપજ્યું હતું. અન્ય ઘાયલ પોલીસકર્મીઓની સારવારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / અમર નાથ શર્મા / સુરભિત દત્ત / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande