વડાપ્રધાન મોદી પર કેન્દ્રિત શિવરાજ સિંહ ચૌહાણનું પુસ્તક 'અપનાપન'નું વિમોચન આજે પૂસામાં
નવી દિલ્હી, 26 મે (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કેન્દ્રિત પુસ્તક ''અપનાપન''નું વિમોચન આજે નવી દિલ્હીની ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થા ''પૂસા''ના ભારતરત્ન સી. સુબ્રમણ્યમ સભાગૃહમાં થશે. આ સભાગૃહ પૂસાના રાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન પરિસરમાં આવેલું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કેન્દ્રિત પુસ્તક 'અપનાપન'


નવી દિલ્હી, 26 મે (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કેન્દ્રિત પુસ્તક 'અપનાપન'નું વિમોચન આજે નવી દિલ્હીની ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થા 'પૂસા'ના ભારતરત્ન સી. સુબ્રમણ્યમ સભાગૃહમાં થશે. આ સભાગૃહ પૂસાના રાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન પરિસરમાં આવેલું છે. 'અપનાપન' કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તેમજ ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણની આત્મીય અને પ્રેરણાદાયી કૃતિ છે. આ માહિતી સત્તાવાર અખબારી યાદીમાં આપવામાં આવી છે.

વિમોચન સમારોહની શોભા, પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌડા અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ વધારશે. આ કાર્યક્રમમાં અનેક કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યપાલો, અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ, સામાજિક કાર્યકરો અને લેખકો-પત્રકારો હાજર રહેશે. 'અપનાપન'માં ચૌહાણે વડાપ્રધાન મોદી સાથે વિવિધ ભૂમિકાઓમાં જોયેલા, શીખેલા અને આત્મસાત કરેલા અનુભવોનું સજીવ ચિત્રણ કર્યું છે. શિવરાજ સિંહ ચૌહાણનું કહેવું છે કે આ માત્ર ઘટનાઓનું વિવરણ નથી, પરંતુ એક વિચાર યાત્રા છે. આ યાત્રામાં સંગઠન, સમર્પણ અને સંદેશના માધ્યમથી નેતૃત્વ, સેવા અને રાષ્ટ્ર નિર્માણના સૂત્રો ઉભરીને સામે આવે છે. ચૌહાણ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે, આજના જ દિવસે 2014 માં નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. ચૌહાણે એક્સ હેન્ડલ પર ખુશી વ્યક્ત કરતા લખ્યું, આજે, આ યશસ્વી યાત્રાના 12 ગૌરવશાળી વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ દરમિયાન સમગ્ર દેશ ઉત્સાહ અને રાષ્ટ્ર ગૌરવના ભાવથી ઓતપ્રોત છે. 12 વર્ષનો આ કાર્યકાળ ભારતના નવનિર્માણ, જન-આકાંક્ષાઓની પૂર્તિ અને 'વિકસિત ભારત'ના ઉદયનો સુવર્ણ કાળ છે. આ 12 વર્ષ અંતિમ છેડે બેઠેલી વ્યક્તિના સશક્તિકરણ અને 'અંત્યોદયના સંકલ્પ'ની સિદ્ધિના સાક્ષી રહ્યા છે. મોદી સરકારે 'સબકા સાથ, સબકા વિકાસ'ના મંત્ર પર ચાલીને ગામડાં, ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનોના જીવનને બદલ્યું છે.

તેમણે લખ્યું, આવો, આપણે સૌ મળીને આ ગૌરવશાળી વિકાસ યાત્રાના સહભાગી બનીએ તથા એક સશક્ત, સમૃદ્ધ, વિકસિત અને વૈભવશાળી ભારતના નિર્માણમાં આપણું યોગદાન આપીએ. સેવા, સુશાસન, નવોત્થાન અને ગરીબ કલ્યાણની આ ઐતિહાસિક અને અદ્વિતીય યાત્રાના 12 વર્ષ પૂર્ણ થવા પર આદરણીય વડાપ્રધાનશ્રીનું હૃદયપૂર્વક અભિનંદન.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande