
નવી દિલ્હી, 26 મે (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન મંગળવારે પાર્ટી મુખ્યાલય ખાતે “ભાજપને જાણો” પહેલ હેઠળ 12 દેશોના પ્રતિનિધિઓ અને મિશન પ્રમુખો સાથે સંવાદ કરશે. આ કાર્યક્રમ સાંજે 4 વાગ્યે કેન્દ્રીય ભાજપ મુખ્યાલય ખાતે યોજાશે. ભાજપના વિદેશ વિભાગના પ્રભારી ડૉ. વિજય ચોથાઈવાલેએ કાર્યક્રમની માહિતી શેર કરી.
આ પહેલ ભાજપની ઐતિહાસિક યાત્રા, વિચારધારા, સંગઠનાત્મક માળખું, સુશાસન મોડેલ અને વિવિધ પ્રવૃત્તિઓથી રાજદ્વારી સમુદાયને પરિચિત કરાવવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત કાર્યક્રમોની શ્રેણીનો એક ભાગ છે. રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળ્યા બાદ નીતિન નવીનની મિશન પ્રમુખો સાથેની આ પ્રથમ ઔપચારિક વાતચીત હશે.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ