
નવી દિલ્હી, 26 મે (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે સવારે પોતાના એક્સ હેન્ડલ પર જ્ઞાન પર કેન્દ્રિત સુભાષિતમ્ (વીડિયો સંદેશ) શેર કર્યું છે. તેમણે આના માધ્યમથી દેશ અને સમાજને સાચા જ્ઞાનનું મહત્વ સમજાવ્યું. તેમણે લખ્યું, ''સાચું જ્ઞાન દેશ, સમાજ અને સમગ્ર માનવતાના કલ્યાણનો માર્ગ પ્રશસ્ત કરે છે. તેથી એ જરૂરી છે કે, આપણું જ્ઞાન અને આપણા કર્મો સમગ્ર માનવતા માટે પ્રેરણા બને.''
વડાપ્રધાનના એક્સ હેન્ડલ પર શેર કરવામાં આવેલ સુભાષિતમ્ આ મુજબ છે-
आत्मा शुद्धः सदा नित्यः सुखरूपः स्वयम्प्रभः। अज्ञानान्मलिनो भाति ज्ञानाच्छुद्धो भवत्ययम्।।
તેમણે આ શ્લોક પાછળ છુપાયેલા ભાવનો મર્મ સમજાવતા, જ્ઞાન અને કર્મને એકબીજાના પૂરક ગણાવી સમગ્ર માનવતાના કલ્યાણનું આહ્વાન કર્યું છે.
આ સુભાષિતમ્ નો અર્થ એ છે કે, આત્મા સ્વભાવથી જ શુદ્ધ હોય છે. સદાય વિદ્યમાન રહે છે. આનંદસ્વરૂપ છે. સ્વયં પ્રકાશિત થાય છે. અજ્ઞાનતાના કારણે તે અશુદ્ધ કે સીમિત પ્રતીત થાય છે. જ્ઞાન પ્રાપ્ત થતાં જ તે ફરીથી શુદ્ધ સ્વરૂપે પ્રકાશિત થાય છે. આ શ્લોકના દરેક શબ્દનો ગહન અર્થ છે. જેમ કે 'શુદ્ધઃ' નો અર્થ છે- તે સ્વાભાવિક રીતે જ પવિત્ર અને નિષ્પાપ છે. 'સદા નિત્યઃ' નો અર્થ છે કે, તે શાશ્વત છે. અજર-અમર છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ