ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠકમાં જયશંકરે કહ્યું, હિંદ-પ્રશાંત ક્ષેત્રને, વૈશ્વિક વિકાસ અને સ્થિરતાનો મુખ્ય આધાર બનાવી રાખવો એ સહિયારી જવાબદારી છે.
નવી દિલ્હી, 26 મે (હિ.સ.) હિંદ મહાસાગર અને પ્રશાંત મહાસાગર ક્ષેત્રના ચાર પ્રમુખ દેશો ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકાના જૂથ ''ક્વાડ''ના વિદેશ મંત્રીઓની નવી દિલ્હીમાં બેઠક ચાલી રહી છે. વિદેશ મંત્રી એસ. જયશંકર, અમેરિકાના માર્કો રુબિયો, જાપાનના
નઘ્ાેફ ્


નવી દિલ્હી, 26 મે (હિ.સ.) હિંદ મહાસાગર અને પ્રશાંત મહાસાગર ક્ષેત્રના ચાર પ્રમુખ દેશો ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકાના જૂથ 'ક્વાડ'ના વિદેશ મંત્રીઓની નવી દિલ્હીમાં બેઠક ચાલી રહી છે. વિદેશ મંત્રી એસ. જયશંકર, અમેરિકાના માર્કો રુબિયો, જાપાનના તોશિમિત્સુ મોતેગી અને ઓસ્ટ્રેલિયાના પેની વોંગ આ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે પોતાના પ્રારંભિક સંબોધનમાં જણાવ્યું હતું કે ચારેય દેશો દરિયાઈ લોકશાહી, બહુલવાદી સમાજ અને બજાર આધારિત અર્થવ્યવસ્થા ધરાવે છે. આવી સ્થિતિમાં, મુક્ત અને ખુલ્લા હિંદ-પ્રશાંત ક્ષેત્ર પ્રત્યે તેમની સહિયારી જવાબદારી છે. આ ક્ષેત્ર વૈશ્વિક વિકાસ અને સ્થિરતાનો મુખ્ય આધાર બની રહેવો જોઈએ.

જયશંકરે જણાવ્યું હતું કે, ક્વાડનું મુખ્ય ધ્યાન મુક્ત, ખુલ્લું અને સ્થિર હિંદ-પ્રશાંત ક્ષેત્ર સુનિશ્ચિત કરવા પર છે. સભ્ય દેશો હિંદ-પ્રશાંત ઉપરાંત સહિયારી પ્રવૃત્તિઓ અને વૈશ્વિક પડકારો પર પણ ચર્ચા કરશે. તેમણે કહ્યું કે હિંદ-પ્રશાંત ક્ષેત્ર ક્વાડનું મુખ્ય કેન્દ્રબિંદુ છે. તો બીજી તરફ, વૈશ્વિક સ્તરે પુરવઠા સાંકળ (સપ્લાય ચેઈન)ની મજબૂતી, સંપર્ક માર્ગોના અવરોધો, ઉત્પાદન અને મહત્વપૂર્ણ માળખાકીય સુવિધાઓની અછત જેવા મુદ્દાઓ વિચારણીય છે. તેમણે જણાવ્યું કે આ પડકારોનો સામનો કરવા માટે મજબૂત ભાગીદારી અને વિશ્વસનીય સહકાર જરૂરી છે.

જયશંકરે જણાવ્યું કે, હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં વ્યૂહાત્મક વિશ્વાસ વધારવા, દરિયાઈ સુરક્ષા સુનિશ્ચિત કરવા અને આર્થિક વિકલ્પોને પ્રોત્સાહન આપવાની જરૂર છે. તેમણે પારદર્શક અને વિશ્વસનીય ભાગીદારીને આ દિશામાં સૌથી અસરકારક માધ્યમ ગણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે છેલ્લા કેટલાક મહિનાઓમાં સભ્ય દેશોના અધિકારીઓએ દરિયાઈ સુરક્ષા, મહત્વપૂર્ણ ટેકનોલોજી, આર્થિક મજબૂતી તેમજ માનવતાવાદી સહાય અને આપત્તિ રાહતના ક્ષેત્રોમાં સહકાર વધાર્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / મુકુંદ મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande