
નવી દિલ્હી, 03 મે (હિ.સ.): ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા બનાસકાંઠામાં એક સભા દરમિયાન કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર પર કરવામાં આવેલા કથિત નિવેદનથી રાજકીય વિવાદ સર્જાયો છે. કોંગ્રેસે આ ટિપ્પણીની નિંદા કરતા તેને મહિલાઓ પ્રત્યે અપમાનજનક ગણાવી છે.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પોતાની ફેસબુક પોસ્ટમાં જણાવ્યું કે, આ ટિપ્પણી માત્ર શરમજનક નથી, પરંતુ પાર્ટીની મહિલા વિરોધી માનસિકતાને પણ દર્શાવે છે. તેમણે કહ્યું કે, મહિલાઓના સન્માનની વાતો કરવા છતાં આવી ઘટનાઓ પર વડાપ્રધાનનું મૌન ચિંતાજનક છે.
બીજી તરફ, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ આ કથિત ટિપ્પણીની નિંદા કરતા તેને શરમજનક અને અપમાનજનક ગણાવી છે. તેમણે કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરના સમર્થનમાં જણાવ્યું કે, તેઓ તેમના સંઘર્ષથી પરિચિત છે અને આ મુદ્દે તેમની સાથે ઉભા છે. મહિલાઓના સન્માન સાથે જોડાયેલા આવા મામલાઓને ગંભીરતાથી લેવા જોઈએ.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ