પશ્ચિમ બંગાળ, અસમમાં ભાજપ, કેરળમાં કોંગ્રેસ, તમિલનાડુમાં ટીવીકે આગળ
નવી દિલ્હી, 4 મે (હિ.સ.). પશ્ચિમ બંગાળ, અસમ, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીની વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલુ છે. તેના વલણોમાં અસમ અને પોંડીચેરીમાં ભાજપ પ્રેરિત એનડીએ સરકારની વાપસી થતી દેખાઈ રહી છે, જ્યારે પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં મોટા ઉલટફેરની શક
પ્રતીકાત્મક


નવી દિલ્હી, 4 મે (હિ.સ.). પશ્ચિમ બંગાળ, અસમ, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીની વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલુ છે. તેના વલણોમાં અસમ અને પોંડીચેરીમાં ભાજપ પ્રેરિત એનડીએ સરકારની વાપસી થતી દેખાઈ રહી છે, જ્યારે પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં મોટા ઉલટફેરની શક્યતા સાથે અનુક્રમે ભાજપ અને તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે) નિર્ણાયક સરસાઈ જાળવી રહ્યા છે. કેરળમાં કોંગ્રેસ પ્રેરિત સંયુક્ત લોકતાંત્રિક મોરચા (યુડીએફ) ની સરકાર બનવાની પ્રબળ શક્યતા છે.

ચૂંટણી પંચ તરફથી ચાર વાગ્યા સુધીના આંકડા મુજબ-

- પશ્ચિમ બંગાળ (293): - ભાજપ – 196 આગળ, 4 જીતી

- તૃણમૂલ કોંગ્રેસ – 86 આગળ, 1 જીતી

- કોંગ્રેસ – 2 આગળ, 0 જીતી

- સીપીઆઈ(એમ) – 1 આગળ, 0 જીતી

- અન્ય – 3 આગળ, 0 જીતી

- તમિલનાડુ (234): - ટીવીકે – 105 આગળ, 3 જીતી

- ડીએમકે – 54 આગળ, 3 જીતી

- એઆઈએડીએમકે – 47 આગળ, 0 જીતી

- પીએમકે – 4 આગળ, 4 જીતી

- કોંગ્રેસ – 4 આગળ, 1 જીતી

- અસમ (126): - ભાજપ – 71 આગળ, 11 જીતી

- કોંગ્રેસ – 19 આગળ, 0 જીતી

- બોડો પીપલ્સ ફ્રન્ટ – 9 આગળ, 1 જીતી

- અસમ ગણ પરિષદ – 9 આગળ, 0 જીતી

- એઆઈયુડીએફ – 1 આગળ, 1 જીતી

- કેરળ (140): - કોંગ્રેસ – 27 આગળ, 36 જીતી

- આઈયુએમએલ – 8 આગળ, 14 જીતી

- કેરળ કોંગ્રેસ – 1 જીતી

- સીપીઆઈ – 3 આગળ, 5 જીતી

- સીપીઆઈ(એમ) – 8 આગળ, 18 જીતી

- પોંડીચેરી (30): - એઆઈએનઆરસી – 2 આગળ, 9 જીતી

- ભાજપ – 2 આગળ, 1 જીતી

- ડીએમકે – 3 આગળ, 1 જીતી

- કોંગ્રેસ – 0 આગળ, 1 જીતી

- અન્ય – 2 આગળ, 5 જીત્યા

વિધાનસભા પેટાચૂંટણીના પરિણામો-

પાંચ રાજ્યોની સાત વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં મહારાષ્ટ્રની બારામતી બેઠક પરથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની સુનેત્રા પવાર અને રાહુરીથી ભાજપના ઉમેદવાર અક્ષય કાર્ડિલે, ગુજરાતની ઉમરેઠ બેઠક પરથી ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમારે જીત નોંધાવી છે. નાગાલેન્ડની કોરીડાંગ બેઠક પર ભાજપના ઉમેદવાર દાઓચીર આઈ. ઈમચેન, ત્રિપુરાની ધર્મનગર બેઠક પર ભાજપના ઉમેદવાર ઝહર ચક્રવર્તીએ જીત મેળવી છે. જ્યારે કર્ણાટકની બાગલકોટ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઉમેશ હુલપ્પાએ વિજય મેળવ્યો છે, જ્યારે દાવણગેરે દક્ષિણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સમ્રાટ એસ. મલ્લિકાર્જુન તેમના નજીકના હરીફ ભાજપના ઉમેદવાર શ્રીનિવાસ સામે નિર્ણાયક સરસાઈ જાળવી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande