દેશમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો પુરવઠો લગભગ 70 ટકા સુધી પુનઃસ્થાપિત થયો
નવી દિલ્હી, 04 મે (હિ.સ.). સરકારે સોમવારે જણાવ્યું હતું કે, દેશમાં એલપીજી વિતરકો પાસે ઘરેલું રસોઈ ગેસ (એલપીજી) ની કોઈ અછત સર્જાઈ નથી. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો પુરવઠો લગભગ 70 ટકા સુધી પુનઃસ્થાપિત થઈ ગયો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સ
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્મા


નવી દિલ્હી, 04 મે (હિ.સ.). સરકારે સોમવારે જણાવ્યું હતું કે, દેશમાં એલપીજી વિતરકો પાસે ઘરેલું રસોઈ ગેસ (એલપીજી) ની કોઈ અછત સર્જાઈ નથી. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો પુરવઠો લગભગ 70 ટકા સુધી પુનઃસ્થાપિત થઈ ગયો છે.

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ, નવી દિલ્હીમાં આયોજિત આંતર-મંત્રાલય પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, એપ્રિલ મહિનામાં 2.15 લાખ ટનથી વધુ કોમર્શિયલ એલપીજીનું વેચાણ થયું છે. ઓટો એલપીજીનું વેચાણ અત્યાર સુધીમાં લગભગ 11,100 ટન સુધી પહોંચી ગયું છે. આ મહિના દરમિયાન 23 લાખથી વધુ 5 કિલોગ્રામના સિલિન્ડર વેચાયા છે. આ સાથે જ 3 એપ્રિલથી અત્યાર સુધીમાં 10,000 થી વધુ જાગૃતિ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે.

વિદેશ મંત્રાલયના અધિક સચિવ (ખાડી), અસીમ આર. મહાજને જણાવ્યું હતું કે, વિદેશ મંત્રાલય પશ્ચિમ એશિયા ક્ષેત્રના ખાડી વિસ્તારમાં થઈ રહેલી ગતિવિધિઓ પર સતત નજર રાખી રહ્યું છે. તેમણે કહ્યું કે અમારા પ્રયાસો આ વિસ્તારમાં વસતા ભારતીય સમુદાયની સુરક્ષા અને કલ્યાણ સુનિશ્ચિત કરવા પર કેન્દ્રિત છે. મહાજને જણાવ્યું કે, માહિતીની આપ-લે કરવા અને આપણા પ્રયાસોમાં તાલમેલ જાળવવા માટે અમે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સતત સંપર્કમાં છીએ.

અસીમ આર. મહાજને જણાવ્યું હતું કે, મંત્રાલયમાં એક વિશેષ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે, જે ભારતીય નાગરિકો અને તેમના પરિવારોના પ્રશ્નોના જવાબ આપવા માટે કાર્યરત છે. તેમણે માહિતી આપી હતી કે ફ્લાઇટ્સની એકંદર સ્થિતિમાં સતત સુધારો થઈ રહ્યો છે, અને આ ક્ષેત્રમાંથી ભારતના વિવિધ શહેરો માટે વધારાની ફ્લાઇટ્સ ચલાવવામાં આવી રહી છે. સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) નો હવાઈ ક્ષેત્ર ખુલ્લો છે. તેમણે કહ્યું કે, ભારતીય અને સંયુક્ત આરબ અમીરાતની એરલાઇન્સ કંપનીઓ યુએઈથી ભારતના વિવિધ શહેરો માટે ફ્લાઇટ્સ ચલાવી રહી છે. મહાજને જણાવ્યું હતું કે, સાઉદી અરેબિયા અને ઓમાનના વિવિધ એરપોર્ટ પરથી ભારતના અલગ-અલગ શહેરો માટે ફ્લાઇટ્સ ચાલી રહી છે, જ્યારે કતારનો હવાઈ ક્ષેત્ર આંશિક રીતે ખુલ્લો છે.

બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના નિયામક ઓપેશ કુમાર શર્માએ જણાવ્યું હતું કે, બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય ખલાસીઓના કલ્યાણ અને અવિરત કામગીરી સુનિશ્ચિત કરવા માટે વિદેશ મંત્રાલય, મિશન અને હિતધારકો સાથે સંકલન કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, તમામ ભારતીય ખલાસીઓ સુરક્ષિત છે અને કોઈ પણ અપ્રિય ઘટનાના અહેવાલ નથી. તેમણે જણાવ્યું હતું કે, ડીજી શિપિંગના કંટ્રોલ રૂમે 8414 થી વધુ કોલ્સ અને 18064 ઈ-મેઈલ્સ હેન્ડલ કર્યા છે, જેમાં છેલ્લા 24 કલાકમાં 41 કોલ્સ અને 99 ઈ-મેઈલ્સનો સમાવેશ થાય છે. શિપિંગ ડાયરેક્ટોરેટ જનરલે 2976 થી વધુ ભારતીય ખલાસીઓને સ્વદેશ પરત લાવવામાં મદદ કરી છે, જેમાં છેલ્લા 24 કલાકમાં 23 ખલાસીઓનો સમાવેશ થાય છે. તમામ બંદરો સામાન્ય રીતે કાર્યરત છે અને ક્યાંય પણ ભીડ કે જામના કોઈ અહેવાલ નથી.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande