ગ્રેટ નિકોબાર પરિયોજના પર કોંગ્રેસે ફરી સવાલો ઉઠાવ્યા
નવી દિલ્હી, 03 મે (હિ.સ.) કોંગ્રેસના મહાસચિવ (સંચાર) જયરામ રમેશે, ગ્રેટ નિકોબાર દ્વીપ વિકાસ પરિયોજનાને લઈને કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવતા કહ્યું છે કે, તેનાથી જોડાયેલા પર્યાવરણીય, સામાજિક અને પારદર્શિતા સંબંધિત મુદ્દાઓ પર સરકાર જવાબ આપવાનું ટાળી રહી
કોંગ્રેસના મહાસચિવ (સંચાર) જયરામ રમેશ


નવી દિલ્હી, 03 મે (હિ.સ.) કોંગ્રેસના મહાસચિવ (સંચાર) જયરામ રમેશે, ગ્રેટ નિકોબાર દ્વીપ વિકાસ પરિયોજનાને લઈને કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવતા કહ્યું છે કે, તેનાથી જોડાયેલા પર્યાવરણીય, સામાજિક અને પારદર્શિતા સંબંધિત મુદ્દાઓ પર સરકાર જવાબ આપવાનું ટાળી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે, 28 એપ્રિલે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની ગ્રેટ નિકોબારની મુલાકાત બાદ, સરકારે પ્રેસ નિવેદન બહાર પાડીને ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કર્યો છે.

જયરામ રમેશે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જાહેર કરેલા વિગતવાર નિવેદનમાં જણાવ્યું છે કે, સરકાર દ્વારા 01 મેના રોજ બહાર પાડવામાં આવેલી પ્રેસ નોટમાં તે ગંભીર ચિંતાઓનું નિરાકરણ કરવામાં આવ્યું નથી, જે સ્થાનિક સમુદાયો, પર્યાવરણવિદો, માનવશાસ્ત્રીઓ અને વિવિધ નિષ્ણાતો દ્વારા અગાઉથી જ ઉઠાવવામાં આવી છે. આ મુદ્દાઓ અંગે તેમણે પોતે સપ્ટેમ્બર 2024માં પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રીને પત્ર લખીને જાણ કરી હતી.

રમેશે કહ્યું કે, આ ટાપુ જૈવવિવિધતાની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ અને વિશિષ્ટ છે. છેલ્લા પાંચ વર્ષમાં અહીં પક્ષીઓ, સરિસૃપ અને દરિયાઈ જીવો સહિત લગભગ 50 નવી પ્રજાતિઓની ઓળખ કરવામાં આવી છે. પ્રસ્તાવિત પરિયોજના સ્થળ ગલાથિયા ખાડી તટીય નિયમન ક્ષેત્ર-1એ હેઠળ આવે છે, જ્યાં બંદર નિર્માણની મંજૂરી હોતી નથી. આ વિસ્તારમાં 20,000 થી વધુ પરવાળાની રચનાઓ અસ્તિત્વમાં છે અને તે ઉત્તર હિંદ મહાસાગરમાં વિશાળ લેધરબેક કાચબાઓના પ્રજનન માટેનું મુખ્ય સ્થળ માનવામાં આવે છે.

તેમણે આરોપ લગાવ્યો કે, પર્યાવરણીય મંજૂરી પ્રક્રિયામાં સામેલ સંસ્થાઓની ભૂમિકા પર પણ પ્રશ્નો ઉભા થાય છે. વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટ્યૂટ અને ઝૂલોજિકલ સર્વે જેવી સંસ્થાઓને પરિયોજના સંબંધિત અભ્યાસ અને દેખરેખનું કામ સોંપવામાં આવ્યું હતું, જ્યારે આ જ સંસ્થાઓની ભૂમિકા મંજૂરી પ્રક્રિયામાં પણ રહી છે, જેનાથી હિતોના સંઘર્ષની સ્થિતિ સર્જાય છે. કેટલીક સ્વતંત્ર સંસ્થાઓ, જેમણે પરિયોજના પર ટીકાત્મક વલણ અપનાવ્યું હતું, તેમને આ પ્રક્રિયામાંથી બહાર કરી દેવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande