કેન્દ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય સૂર્ય દિવસ નિમિત્તે ‘રન ફોર સન’ મેરેથોનનું આયોજન, એપ્રિલમાં 2.7 લાખ રૂફટોપ સોલાર પ્લાન્ટની સ્થાપનાની ઉજવણી
નવી દિલ્હી, 03 મે (હિ.સ.) કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા આંતરરાષ્ટ્રીય સૂર્ય દિવસ નિમિત્તે રવિવારે ‘રન ફોર સન’ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એપ્રિલમાં 2.7 લાખ રૂફટોપ સોલાર પ્લાન્ટ સ્થાપવાની સિદ્ધિની પણ ઉજવણી ક
‘રન ફોર સન’ મેરેથોન


નવી દિલ્હી, 03 મે (હિ.સ.) કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા આંતરરાષ્ટ્રીય સૂર્ય દિવસ નિમિત્તે રવિવારે ‘રન ફોર સન’ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એપ્રિલમાં 2.7 લાખ રૂફટોપ સોલાર પ્લાન્ટ સ્થાપવાની સિદ્ધિની પણ ઉજવણી કરવામાં આવી હતી.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, અહીં મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં આયોજિત આ મેરેથોનમાં 2 કિલોમીટર અને 5 કિલોમીટરની દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ વય જૂથના લોકોએ ભાગ લીધો હતો.

આ પ્રસંગે મંત્રાલયના સચિવ સંતોષ કુમાર સારંગીએ જણાવ્યું હતું કે, ‘રન ફોર સન’ એ માત્ર એક મેરેથોન નથી, પરંતુ ટકાઉ અને આત્મનિર્ભર ભારતના નિર્માણની દિશામાં સામૂહિક પ્રયાસનું પ્રતીક છે. તેમણે જણાવ્યું હતું કે સૌર ઉર્જાના વિસ્તરણ દ્વારા સ્વચ્છ ઉર્જાનો લાભ દરેક ઘર સુધી પહોંચાડવા પર સરકારનો વિશેષ ભાર છે.

મંત્રાલયે માહિતી આપી હતી કે, આ સિદ્ધિ પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ પ્રાપ્ત કરવામાં આવી છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 30 લાખથી વધુ રૂફટોપ સોલાર પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે, જેનાથી દેશભરમાં 45 લાખથી વધુ પરિવારો લાભાન્વિત થયા છે.

કાર્યક્રમ દરમિયાન દેશની સૌર ઉર્જા ક્ષમતામાં થયેલા વધારાને પણ રેખાંકિત કરવામાં આવ્યો હતો. 31 માર્ચ સુધીમાં ભારતની કુલ સૌર ક્ષમતા 150 ગીગાવોટ સુધી પહોંચી ગઈ છે, જે વર્ષ 2014 માં 2.82 ગીગાવોટ હતી. આ પ્રકારે પાછલા વર્ષોમાં સૌર ઉર્જા ક્ષમતામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.

મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશની કુલ સ્થાપિત વીજ ક્ષમતાના લગભગ 50 ટકા હિસ્સો હવે બિન-અશ્મિભૂત ઇંધણ સ્ત્રોતોમાંથી આવી રહ્યો છે, જે વર્ષ 2030 ના લક્ષ્યાંક કરતા વહેલા જ હાંસલ કરી લેવામાં આવ્યો છે.

ભારત હાલમાં નવીનીકરણીય ઉર્જા ક્ષમતાની બાબતમાં વિશ્વમાં ત્રીજા સ્થાને છે. આ કાર્યક્રમ દેશમાં સૌર ઉર્જાના પ્રસાર અને જનભાગીદારીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી આયોજિત કરવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / અનૂપ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande