દિલ્હીના વિવેક વિહારમાં ચાર માળની રહેણાંક ઈમારત બની લાક્ષાગૃહ, 9 લોકોનાં મોત
નવી દિલ્હી, 03 મે (હિ.સ.)। રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના વિવેક વિહારમાં આજે વહેલી સવારે એક ચાર માળની રહેણાંક ઈમારતમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 9 લોકોનાં મોત થયાં છે. ઘણા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. બે લોકો સામાન્ય રીતે દાઝી ગયા છે.
આગ


નવી દિલ્હી, 03 મે (હિ.સ.)। રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના વિવેક વિહારમાં આજે વહેલી સવારે એક ચાર માળની રહેણાંક ઈમારતમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 9 લોકોનાં મોત થયાં છે. ઘણા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. બે લોકો સામાન્ય રીતે દાઝી ગયા છે. તેમને ગુરુ તેગ બહાદુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, વહેલી સવારે આશરે 3:48 વાગ્યે વિવેક વિહાર પોલીસ સ્ટેશનને પીસીઆર કોલ દ્વારા આગ લાગવાની જાણકારી મળી હતી. પોલીસ અને ફાયર વિભાગ ઉપરાંત અન્ય ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે (વિવેક વિહાર ફેઝ-1 સ્થિત મકાન નંબર બી-13) પહોંચી હતી. બીજા, ત્રીજા અને ચોથા માળ પર ઊંચી જ્વાળાઓ ઊઠી રહી હતી. ફાયર ફાઇટરો અને પોલીસે સંયુક્ત રાહત અને બચાવ અભિયાન ચલાવીને આગમાં ફસાયેલા અંદાજે 10-15 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની 12 ગાડીઓને બોલાવવામાં આવી હતી. આમાં કલાકોનો સમય લાગ્યો હતો. પોલીસ અને ફાયર વિભાગની ટીમો આગ લાગવાના કારણોની તપાસ કરી રહી છે. સૂત્રોનું કહેવું છે કે, એસીમાં બ્લાસ્ટ થવાને કારણે આગ લાગી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અધિકારીઓનું કહેવું છે કે, બિલ્ડિંગની સુરક્ષા વ્યવસ્થા, ફાયર સેફ્ટીના સાધનો અને બાંધકામના ધોરણોની પણ તપાસ કરવામાં આવશે.

ફાયર વિભાગના પ્રવક્તા એકે મલિકના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 9 થયો છે. આગ ઈમારતના છ ફ્લેટમાં રાખેલા ઘરવખરીના સામાનથી ફેલાઈ હતી. રાહત અને બચાવ અભિયાન દરમિયાન વિવિધ માળ પરથી નવ બળેલા મૃતદેહો મળી આવ્યા હતા. તમામ મૃતદેહો દિલ્હી પોલીસની ક્રાઈમ ટીમને સોંપવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર આગ, ઈમારતના છ ફ્લેટમાં ફેલાઈ હતી. પહેલા માળેથી એક મૃતદેહ, બીજા માળેથી પાંચ મૃતદેહો અને સીડીની ઉપર બનેલી લોક કરેલી મુમટીમાંથી ત્રણ મૃતદેહો મળી આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, મુમટી બંધ હતી. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, કેટલાક લોકો ધુમાડા અને આગથી બચવા ત્યાં પહોંચ્યા હતા, પરંતુ બહાર નીકળી શક્યા નહોતા.

ફાયર વિભાગે જણાવ્યું હતું કે, આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. પ્રારંભિક તપાસમાં શોર્ટ સર્કિટ સહિતના અન્ય સંભવિત કારણોની પણ તપાસ કરવામાં આવી રહી છે. ફાયર વિભાગ એ પણ તપાસ કરશે કે, ઈમારતમાં ફાયર સેફ્ટીની પૂરતી વ્યવસ્થા હતી કે નહીં અને ક્યાંક સુરક્ષાના ધોરણોની અવગણના તો કરવામાં આવી નથી ને. અધિકારીઓનું કહેવું છે કે, તપાસ પૂર્ણ થયા બાદ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળશે.

હિન્દુસ્થાન સમાચાર / કુમાર અશ્વિની / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande