મતગણતરી પહેલા મોથાબારી કેસમાં તૃણમૂલ નેતાઓને એનઆઈએ નું સમન્સ
માલદા, નવી દિલ્હી, 03 મે (હિ.સ.). પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલા જ મોથાબારી કાંડે નવો વળાંક લીધો છે. ન્યાયિક અધિકારીઓ સાથે કથિત ગેરવર્તણૂકના મામલામાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) એ તૃણમૂલ કોંગ્રેસના અનેક પ્રભાવશાળી નેતાઓ અને કાર
મોથાબારી કેસમાં તૃણમૂલ નેતાઓને એનઆઈએ નું સમન્સ


માલદા, નવી દિલ્હી, 03 મે (હિ.સ.). પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલા જ મોથાબારી કાંડે નવો વળાંક લીધો છે. ન્યાયિક અધિકારીઓ સાથે કથિત ગેરવર્તણૂકના મામલામાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) એ તૃણમૂલ કોંગ્રેસના અનેક પ્રભાવશાળી નેતાઓ અને કાર્યકરોને તેડાવ્યા છે. તેમને રવિવારે કાલિયાચક પોલીસ સ્ટેશનમાં હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

સમન્સ મેળવનારાઓમાં સુજાપુરના તૃણમૂલ ઉમેદવાર સબીના યાસ્મિનના ચૂંટણી એજન્ટ અબ્દુલ રહેમાનનો સમાવેશ થાય છે, જેઓ જિલ્લા પરિષદમાં વન અને જમીન વિભાગના કર્માધ્યક્ષ પણ છે. આ ઉપરાંત કાલિયાચક 1 બ્લોકના તૃણમૂલ પ્રમુખ મોહમ્મદ સરિઉલને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. શનિવારે મોડી રાત્રે આ નેતાઓને નોટિસ આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ગત મહિને મોથાબારીમાં મતદાર યાદીના વિશેષ સઘન પુનરાવર્તન (એસઆઈઆર) દરમિયાન કલકત્તા હાઈકોર્ટ દ્વારા નિયુક્ત ન્યાયિક અધિકારીઓને ઘેરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આરોપ છે કે યાદીમાંથી નામ હટી જવાને કારણે રોષે ભરાયેલા ટોળાએ 07 અધિકારીઓને મોડી રાત સુધી રોકી રાખ્યા હતા અને તેમની સાથે ગેરવર્તન કર્યું હતું.

મામલાની ગંભીરતાને જોતા સુપ્રીમ કોર્ટે તપાસ એનઆઈએને સોંપવાનો આદેશ આપ્યો હતો.

આ અગાઉ ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઈડી) આ મામલામાં મુખ્ય આરોપી મોફક્કેરુલ ઇસ્લામ સહિત 52 લોકોની ધરપકડ કરી ચૂકી છે, જેમાંથી ઘણા હાલમાં એનઆઈએની કસ્ટડીમાં છે.

મતગણતરીના ગણતરીના કલાકો પહેલા શાસક પક્ષના નેતાઓને તેડાવવામાં આવતા માલદા જિલ્લામાં રાજકીય ગરમાવો વધી ગયો છે. હવે જોવાનું એ રહેશે કે આ કાર્યવાહીની ચૂંટણી પરિણામો પર શું અસર પડશે.

હિન્દુસ્થાન સમાચાર / સચિન કુમાર / સંતોષ મધુપ / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande