કેરળમાં મતગણતરીના વલણો પર શશિ થરુર બોલ્યા- કોંગ્રેસ પરિવર્તનની પાર્ટી
નવી દિલ્હી, 04 મે (હિ.સ.)। કેરળ વિધાનસભા ચૂંટણીની મતગણતરીના વલણોમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ) ને સરસાઈ મળતી દેખાઈ રહી છે. તિરુવનંતપુરમમાં કોંગ્રેસના સમર્થકોએ ઉજવણી શરૂ કરી દીધી છે. કોંગ્રેસના સાંસદ શશિ થરુરે પત્
સાંકેતિક


નવી દિલ્હી, 04 મે (હિ.સ.)। કેરળ વિધાનસભા ચૂંટણીની મતગણતરીના વલણોમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ) ને સરસાઈ મળતી દેખાઈ રહી છે. તિરુવનંતપુરમમાં કોંગ્રેસના સમર્થકોએ ઉજવણી શરૂ કરી દીધી છે. કોંગ્રેસના સાંસદ શશિ થરુરે પત્રકારોને જણાવ્યું કે, આપણા રાજ્યમાં રાજકીય વિચારોની વિવિધતા છે, પરંતુ એક સ્પષ્ટ બહુમતી મળતી દેખાઈ રહી છે. અત્યાર સુધી ખુશ થવા માટેનું પૂરતું કારણ છે, જોકે ગણતરી દરમિયાન અંતિમ સમયે ફેરફાર પણ થઈ શકે છે. અમે પરિવર્તન લાવનારી પાર્ટી છીએ અને રાજનીતિની રીત બદલવા માંગીએ છીએ.

કોંગ્રેસ સાંસદ જેબી માથેરે કહ્યું કે, આ કોંગ્રેસના નેતૃત્વવાળા યુડીએફની મોટી જીત હશે. અમે 100 થી વધુ બેઠકોની આશા રાખી રહ્યા છીએ અને ચોક્કસપણે 85 થી ઉપર રહીશું. તેમાં કોઈ શંકા નથી કે કેરળમાં કોંગ્રેસના મુખ્યમંત્રી અને યુડીએફની સરકાર બનશે.

કેરળના કોવલમથી કોંગ્રેસના ઉમેદવાર એમ વિન્સેન્ટે કહ્યું કે, મેં છેલ્લા દસ વર્ષથી જનતા માટે કામ કર્યું છે અને મને પૂરો વિશ્વાસ છે કે તે ચૂંટણી પરિણામોમાં પ્રતિબિંબિત થશે. યુડીએફની જીત નિશ્ચિત છે. કોંગ્રેસ મીડિયા વિભાગના અધ્યક્ષ પવન ખેડાએ જણાવ્યું કે પાંચેય રાજ્યોના વલણો અત્યંત પ્રારંભિક છે. અન્ય રાજ્યોમાં પણ જલ્દી જ વલણો બદલાઈ શકે છે. પશ્ચિમ બંગાળના માલતીપુરથી કોંગ્રેસના ઉમેદવાર મૌસમી નૂરે કહ્યું કે, માત્ર પરિણામો જ બોલશે. અમને જનતા પર ભરોસો છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande