રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ, ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણનને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી
નવી દિલ્હી, 4 મે (હિ.સ.): રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, આજે ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણનને તેમના જન્મદિવસ પર શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવી. એક્સ પર પોતાના સંદેશમાં રાષ્ટ્રપતિ મુર્મુએ, ઉપરાષ્ટ્રપતિને સારા સ્વાસ્થ્ય, લ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન


નવી દિલ્હી, 4 મે (હિ.સ.): રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, આજે ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણનને તેમના જન્મદિવસ પર શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવી.

એક્સ પર પોતાના સંદેશમાં રાષ્ટ્રપતિ મુર્મુએ, ઉપરાષ્ટ્રપતિને સારા સ્વાસ્થ્ય, લાંબા આયુષ્ય અને રાષ્ટ્રની સેવામાં સતત ઉર્જાની શુભેચ્છા પાઠવી. પ્રધાનમંત્રી મોદીએ પોતાના સંદેશમાં ટિપ્પણી કરી કે, ઉપરાષ્ટ્રપતિ દેશને વિકસિત ભારત બનાવવાના સામૂહિક સંકલ્પને મજબૂત કરવા માટે સતત પ્રયત્નશીલ છે. તેમણે કહ્યું કે, સંસદની કાર્યવાહીને વધુ અસરકારક અને ઉત્પાદક બનાવવાના તેમના પ્રયાસો લોકશાહી મૂલ્યો પ્રત્યેની તેમની ઊંડી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

પ્રધાનમંત્રીએ, ઉપરાષ્ટ્રપતિના સર્વાંગી વિકાસ પ્રત્યેના સમર્પણ અને ગરીબો અને વંચિતો પ્રત્યેની તેમની સંવેદનશીલતાને પ્રેરણાદાયક ગણાવી. તેમણે કહ્યું કે, તેમનું જાહેર જીવન સમર્પણ, શિસ્ત અને સ્પષ્ટ હેતુથી પ્રેરિત રહ્યું છે. મોદીએ ઉપરાષ્ટ્રપતિને સારા સ્વાસ્થ્ય, સુખ, સમૃદ્ધિ અને લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવી અને રાષ્ટ્રની સેવામાં તેમના સતત યોગદાનની પ્રશંસા કરી.

હિન્દુસ્થાન સમાચાર/સુશીલ કુમાર/મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande