ઉત્તર પ્રદેશના જાલૌનમાં માર્ગ અકસ્માત, 6 નાં મોત
ઉરઈ, નવી દિલ્હી, 04 મે (હિ.સ.). ઉત્તર પ્રદેશના જાલૌન જિલ્લામાં આજે સવારે એક માર્ગ અકસ્માતમાં 6 લોકોનાં મોત થયાં છે, જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત ઝાંસી-કાનપુર નેશનલ હાઈવે પર કાલપી વિસ્તારના જોલ્હુપુર ગામ પાસે થયો હતો. પોલીસન
ઉત્તર પ્રદેશના જાલૌન જિલ્લામાં અકસ્માત


ઉરઈ, નવી દિલ્હી, 04 મે (હિ.સ.). ઉત્તર પ્રદેશના જાલૌન જિલ્લામાં આજે સવારે એક માર્ગ અકસ્માતમાં 6 લોકોનાં મોત થયાં છે, જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત ઝાંસી-કાનપુર નેશનલ હાઈવે પર કાલપી વિસ્તારના જોલ્હુપુર ગામ પાસે થયો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, એક ટવેરા કારમાં સવાર પરિવાર અયોધ્યામાં શ્રીરામ મંદિરના દર્શન કરીને લલિતપુર પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન કાર અનિયંત્રિત થઈને પલટી ગઈ હતી અને તેમાં સવાર તમામ લોકો ફસાઈ ગયા હતા. માહિતી મળતાની સાથે જ પોલીસ પ્રશાસન અને બચાવ દળ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને કારના દરવાજા કાપીને ઘાયલો અને મૃતદેહોને બહાર કાઢ્યા હતા.

તમામ લોકોને નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ 6 લોકોને મૃત જાહેર કર્યા હતા. બાકીના 4 ઘાયલોની હાલત ગંભીર છે. અકસ્માત બાદ હાઈવે પર લાંબો જામ લાગી ગયો હતો. પોલીસ મૃતકો અને ઘાયલોની ઓળખ કરવામાં લાગી છે.

હિન્દુસ્થાન સમાચાર / વિશાલ કુમાર વર્મા / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande