ડિંડોલી અને પુણાગામની બે શાળાઓનું 100 ટકા રિઝલ્ટ જાહેર
સુરત, 06 મે (હિ.સ.): સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ મેળવી શકે તે હેતુથી સુમન હાઇસ્કુલોની શરૂઆત કરવામાં આવેલ હતી. જે સુમન હાઇસ્કુલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગુણવત્તા યુક્ત
High Court cancels KEEM exam results


સુરત, 06 મે (હિ.સ.): સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ મેળવી શકે તે હેતુથી સુમન હાઇસ્કુલોની શરૂઆત કરવામાં આવેલ હતી. જે સુમન હાઇસ્કુલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગુણવત્તા યુક્ત શિક્ષણના કારણે બોર્ડમાં સતત ઉચ્ચ પરિણામથી સુમન હાઇસ્કુલોની વધતી લોકપ્રિયતાનાં કારણે શહેરીજનોની સુમન હાઇસ્કુલોની જરૂરિયાતની રજૂઆત ધ્યાને લઈ સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ 29 જેટલી સુમન હાઇસ્કુલો મહાનગરપાલિકાના જુદા જુદા વિસ્તારોમાં કાર્યરત કરવામાં આવેલ છે. સુમન હાઈસ્કૂલોમાં આધુનિક પદ્ધતિથી આપવામાં આવતું શિક્ષણ અને શિક્ષણ કૌશલ્યમાં પારંગતતા ધરાવતા શૈક્ષણિક સ્ટાફ તેમજ મહાનગરપાલિકાની આધુનિક વહીવટી કાર્યક્ષમતાના કારણે આજે બોર્ડના પરિણામોમાં સુમન હાઇસ્કુલો અગ્રેસર રહેલ છે. જેના ભાગરૂપે શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન યોજાયેલ એસ.એસ.સી બોર્ડની પરીક્ષામાં સુમન હાઇસ્કુલોનું પરિણામ 92.60 ટકા રહેલ છે. જેમાં સુમન હાઇસ્કુલ 13 (ડીંડોલી), તથા સુમન હાઇસ્કુલ 18 (પુણાગામ)નું પરિણામ 100 ટકા આવેલ છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું પરિણામ 83.86 ટકા, તથા સુરતનું પરિણામ 86.04 ટકા ટકા રહેલ છે. તમામ સુમન હાઇસ્કુલો ખાતે કુલ ૨૩૮ વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવેલ છે.

સુમન હાઇસ્કુલોમાં માધ્યમ પ્રમાણે કુલ પરિણામ પૈકી ગુજરાતી માધ્યમનું કુલ પરિણામ 91.82 ટકા, મરાઠી માધ્યમ નું પરિણામ 93.71 ટકા, હિન્દી માધ્યમ નું પરિણામ 99.22 ટકા, ઉડિયા માધ્યમ નું પરિણામ 97.24 ટકા, ઉર્દુ માધ્યમ નું પરિણામ 74.83 ટકા, અંગ્રેજી માધ્યમ નું પરિણામ 87.26 ટકા મળીને કુલ સુમન હાઇસ્કુલોનું પરિણામ 92.60 ટકા પરિણામ આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande