ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સુરતના કતારગામ સ્થિત લક્ષ્મીકાંતની વાડી ખાતે યોગ સંવાદ યોજાયો
સુરત, 06 મે (હિ.સ.) : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સુરતના કતારગામ સ્થિત લક્ષ્મીકાંતની વાડી ખાતે યોગ સંવાદ યોજાયો હતો. જેમાં 200થી વધુ યોગ સાધકો યોગ–ધ્યાનમાં જોડાયા હતા. આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગરના ઝોન કો–ઓર્ડીનેટર ડૉ.પારુલ પટેલના સ
Surat


સુરત, 06 મે (હિ.સ.) : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સુરતના કતારગામ સ્થિત લક્ષ્મીકાંતની વાડી ખાતે યોગ સંવાદ યોજાયો હતો. જેમાં 200થી વધુ યોગ સાધકો યોગ–ધ્યાનમાં જોડાયા હતા. આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગરના ઝોન કો–ઓર્ડીનેટર ડૉ.પારુલ પટેલના સંચાલન હેઠળ ડિસ્ટ્રિક્ટ કો–ઓર્ડીનેટર દિશાબેન જાનીએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની કામગીરી વિશે જાણકારી આપી હતી. તેમજ યોગ કોચ ઉષા નયાણી, યોગ ટ્રેનર ચેતનાબેને સહભાગીઓને યોગ અને તેનાથી થતા ફાયદા વિશે માહિતી જણાવી યોગ સાથે જોડાવા પ્રેરણા આપી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande