અંકલેશ્વર સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય ગુજરાતી માધ્યમ ધોરણ 10 નું 100%પરિણામ
- 09 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં તેમજ 14 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ લાવી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું -પૂજ્ય ગુરુજીએ વિદ્યાર્થીઓને રાષ્ટ્રહિત માટે જીવન સમર્પિત કરવા આશીર્વાદ આપ્યા + 100 % પરિણામ લાવી ગુરુકુલ સંકુલને ગૌરવ અપાવ્યું -જયાં મહેનતના બીજ રોપી સફળત
અંકલેશ્વર સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય ગુજરાતી માધ્યમ ધોરણ 10 નું 100%પરિણામ


અંકલેશ્વર સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય ગુજરાતી માધ્યમ ધોરણ 10 નું 100%પરિણામ


અંકલેશ્વર સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય ગુજરાતી માધ્યમ ધોરણ 10 નું 100%પરિણામ


અંકલેશ્વર સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય ગુજરાતી માધ્યમ ધોરણ 10 નું 100%પરિણામ


અંકલેશ્વર સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય ગુજરાતી માધ્યમ ધોરણ 10 નું 100%પરિણામ


- 09 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં તેમજ 14 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ લાવી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું

-પૂજ્ય ગુરુજીએ વિદ્યાર્થીઓને રાષ્ટ્રહિત માટે જીવન સમર્પિત કરવા આશીર્વાદ આપ્યા

+ 100 % પરિણામ લાવી ગુરુકુલ સંકુલને ગૌરવ અપાવ્યું

-જયાં મહેનતના બીજ રોપી સફળતાને ઉગાડવામા આવે છે એવો બગીચો એટલે ગુરુકુલ વિદ્યાલય

ભરૂચ 06 મે (હિ.સ.) અંકલેશ્વર શહેરના શૈક્ષણિક ક્ષેત્રે ફરી એકવાર ગુરુકુલ પરિવારે સુવર્ણ અક્ષરે નામ અંકિત કર્યું છે. તાજેતરમાં જાહેર થયેલા પરિણામોમાં શાળાના વિદ્યાર્થીઓએ અભૂતપૂર્વ સફળતા મેળવી ગુરુકુલનું અને સમગ્ર અંકલેશ્વર શહેરનું ગૌરવ વધાર્યું છે.

શિક્ષકોની કપરી મહેનતને બિરદાવતા કિશોર પાનસુરીયા .શાળાના તેજસ્વી તારલાઓના સન્માન માટે યોજાયેલા કાર્યક્રમમાં કિશોર પાનસુરીયા દ્વારા વિદ્યાર્થીઓની અસાધારણ સિદ્ધિને બિરદાવવામાં આવી હતી. તેમણે આ સફળતા પાછળ શાળાના આચાર્યા પાયલ પોશિયા તેમજ દર્શના ત્રિવેદી સહિતના સમગ્ર શિક્ષકગણની રાત-દિવસની કપરી મહેનત અને માર્ગદર્શનની વિશેષ પ્રશંસા કરી હતી. મહાનુભાવોએ તમામ સફળ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.

રેકોર્ડબ્રેક પરિણામ વિજ્ઞાન અને સંસ્કૃતમાં પૂર્ણ ગુણ

આ વર્ષનું પરિણામ રેકોર્ડબ્રેક રહ્યું છે, જેમાં

વિજ્ઞાન અને ટેકનોલોજી શાળાના ત્રણ વિદ્યાર્થીઓએ 100 માંથી 100 પૂર્ણ ગુણ પ્રાપ્ત કરી શ્રેષ્ઠતા સાબિત કરી છે.સંસ્કૃતમાં એક વિદ્યાર્થીએ સંસ્કૃત જેવા વિષયમાં પણ 100માંથી 100 ગુણ મેળવી સૌને આશ્ચર્યચકિત કર્યા છે.

પૂજ્ય ગુરુજીના આશીર્વાદ અને સંસ્કારનું ભાથું

સન્માન સમારોહ દરમિયાન પૂજ્ય ગુરુજીએ પરંપરાગત રીતે તમામ તેજસ્વી વિદ્યાર્થીઓના મસ્તકે ચાંદલો કરી અને કંઠમાં હાર પહેરાવીને આશીર્વાદ પ્રદાન કર્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા પૂજ્ય ગુરુજીએ જણાવ્યું હતું કે, માત્ર ગુણ મેળવવા એ જ શિક્ષણ નથી, પરંતુ જીવનની દરેક ક્ષણ સમાજ અને રાષ્ટ્રહિત માટે વાપરો તે જ સાચું શિક્ષણ છે. તેમણે વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આદર્શ નાગરિક બની દેશની સેવા કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.આ ભવ્ય સફળતા બદલ સમગ્ર અંકલેશ્વર પંથકમાં ગુરુકુલ પરિવાર પર અભિનંદન વર્ષા થઈ રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande