નર્મદા નહેરના પાણીમાં ઘટાડો, ઉનાળાના 10 દિવસ અમદાવાદીઓને ઓછું પાણી અપાશે
અમદાવાદ, 06 મે (હિ.સ.) : સરદાર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા નર્મદા મુખ્ય નહેરના આર.સી.સી. લાઇનિંગમાં થયેલા નુકશાનને રીપેરીંગ કરવાનું હોવાથી ઉનાળાના 10 દિવસ દરમિયાન અમદાવાદીઓને ઓછું પાણી આપવામાં આવશે. અમદાવાદીઓને પૂરા પાડવામાં આવતા નર્મદા નહેરના પાણ
Water level in Narmada Canal


અમદાવાદ, 06 મે (હિ.સ.) : સરદાર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા નર્મદા મુખ્ય નહેરના આર.સી.સી. લાઇનિંગમાં થયેલા નુકશાનને રીપેરીંગ કરવાનું હોવાથી ઉનાળાના 10 દિવસ દરમિયાન અમદાવાદીઓને ઓછું પાણી આપવામાં આવશે.

અમદાવાદીઓને પૂરા પાડવામાં આવતા નર્મદા નહેરના પાણીમાં ઘટાડો કરવામાં આવશે અને બોરવેલ ચલાવવામાં આવશે જેથી પાણીમાં વધઘટ થવાની સંભાવના હોવાના પગલે લોકોને ઓછા પ્રેશરથી અને ઓછું પાણી મળશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગના જણાવ્યા મુજબ સરદાર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા નર્મદા મુખ્ય નહેરમાં પ્રી-મોન્સૂન કામગીરી અંતર્ગત નહેરના આર.સી.સી. લાઇનિંગમાં થયેલા નુકશાનને રીપેરીંગ અને મરામત નિભાવના કાર્ય માટે આગામી 10 દિવસ સુધી નહેરના લેવલમાં જરૂર મુજબ વધઘટ કરવામાં આવશે. જેના પરિણામે કોતરપુર વોટર વર્કસ ખાતે મળતા પાણીના જથ્થામાં ઘટાડો થશે અને કોતરપુર વોટર વર્ક્સ ખાતે પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ થશે નહીં.

કોતરપુર વોટર વર્ક્સમાંથી પૂરતા પ્રમાણમાં પાણીનું વિતરણ થઈ શકશે નહીં. જેથી શહેરના પશ્ચિમ ઝોન, મધ્ય ઝોન, ઉત્તર ઝોન, પૂર્વ ઝોન અને દક્ષિણ ઝોનના વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનોમાં પાણીની અછત સર્જાશે. આ પરિસ્થિતિમાં વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ખાતે જરૂર મુજબ બોરવેલ ચલાવી ઉપલબ્ધ પાણીના જથ્થા અનુસાર પાણીનું વિતરણ કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande