કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, 19 મેના રોજ જગદલપુરમાં મધ્ય ક્ષેત્રીય પરિષદની બેઠકની અધ્યક્ષતા કરશે
રાયપુર, નવી દિલ્હી, 06 મે (હિ.સ.) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, 19 મેના રોજ બસ્તરના પ્રવાસે રહેશે. તેઓ વિભાગીય મુખ્યાલય જગદલપુરમાં મધ્ય ક્ષેત્રીય પરિષદની બેઠકની અધ્યક્ષતા કરશે. ગૃહમંત્રી અમિત શાહ, 18 મેની રાત્રે સીધા જગદલપુર પહોંચશે અને ત્યાં જ રા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ


રાયપુર, નવી દિલ્હી, 06 મે (હિ.સ.) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, 19 મેના રોજ બસ્તરના પ્રવાસે રહેશે. તેઓ વિભાગીય મુખ્યાલય જગદલપુરમાં મધ્ય ક્ષેત્રીય પરિષદની બેઠકની અધ્યક્ષતા કરશે.

ગૃહમંત્રી અમિત શાહ, 18 મેની રાત્રે સીધા જગદલપુર પહોંચશે અને ત્યાં જ રાત્રિ વિશ્રામ કરશે. ત્યાર બાદ બીજા દિવસે એટલે કે 19 મેના રોજ મધ્ય ક્ષેત્રીય પરિષદની બેઠક લેશે અને ત્યારબાદ સાંજે દિલ્હી પરત ફરશે. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મધ્ય ક્ષેત્રીય પરિષદના સભ્ય રાજ્યો છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રીઓ અને વરિષ્ઠ મંત્રીઓ સામેલ થશે. બેઠકમાં ચાર રાજ્યો છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ વચ્ચે સામાજિક-આર્થિક વિકાસ, માળખાગત સુવિધાઓ, સુરક્ષા અને આંતર-રાજ્ય મુદ્દાઓ પર ચર્ચા થશે.

બેઠકને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મુખ્ય સચિવ વિકાસ શીલે તમામ વિભાગો પાસેથી અગાઉની બેઠકની મિનિટ્સ (કાર્યનોંધ) ના આધારે છત્તીસગઢમાં કરવામાં આવેલા કાર્યો અને પડતર મુદ્દાઓનો અહેવાલ માંગ્યો છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, બસ્તરમાં નક્સલવાદના ખાતમા બાદ આ પ્રથમ મોટી ઉચ્ચસ્તરીય બેઠક હશે.

હિન્દુસ્થાન સમાચાર / કેશવ કેદારનાથ શર્મા / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande