તમિલનાડુ : ટીવીકે નેતા વિજયે રાજ્યપાલ સાથે મુલાકાત કરી, સરકાર બનાવવાનો દાવો કર્યો
ચેન્નાઈ, નવી દિલ્હી, 06 મે (હિ.સ.). તમિલનાડુમાં સરકારની રચના માટે કોંગ્રેસના સમર્થનની જાહેરાત બાદ તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે) માટે માર્ગ મોકળો થઈ ગયો છે. બુધવારે બપોરે ટીવીકે નેતા વિજયે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર સાથે મુલાકાત કરી અને સરકાર
રાજ્યપાલ ને સરકાર બનાવવાનો પત્ર રજુ કરતા વિજય


ચેન્નાઈ, નવી દિલ્હી, 06 મે (હિ.સ.). તમિલનાડુમાં સરકારની રચના માટે કોંગ્રેસના સમર્થનની જાહેરાત બાદ તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે) માટે માર્ગ મોકળો થઈ ગયો છે. બુધવારે બપોરે ટીવીકે નેતા વિજયે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર સાથે મુલાકાત કરી અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો.

આ વખતની વિધાનસભા ચૂંટણીના પરિણામો રાજ્યના રાજકારણમાં મોટું પરિવર્તન લાવ્યા છે. તમિલનાડુની જનતાએ આ વખતે એઆઈએડીએમકે અને ડીએમકેને હાંસિયામાં ધકેલી રાજ્યની નવી પાર્ટી ટીવીકેને વ્યાપક સમર્થન આપ્યું છે, પરંતુ કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતા વિધાનસભામાં ત્રિશંકુ સ્થિતિ સર્જાઈ હતી. આવી સ્થિતિમાં રાજ્યમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવેલી ટીવીકેને કોંગ્રેસે સમર્થન જાહેર કરતા ગઠબંધન સરકાર બનવાનો રસ્તો સાફ થઈ ગયો છે. નવા ઘટનાક્રમમાં ટીવીકે નેતા વિજયે આજે રાજભવન પહોંચીને રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર સાથે મુલાકાત કરી હતી.

આ મુલાકાત દરમિયાન રાજ્યપાલે, વિજયને શાલ ઓઢાડીને અભિનંદન પાઠવ્યા અને સ્મૃતિ ચિન્હ અર્પણ કર્યું હતું. ત્યારબાદ વિજયે સરકાર બનાવવા માટે આમંત્રણ આપવાની વિનંતી કરી અને સમર્થન આપી રહેલા ધારાસભ્યોના પત્રો પણ રાજ્યપાલને સોંપ્યા હતા. રાજ્યપાલ સાથેની મુલાકાત સમયે ટીવીકેના નેતા પુસ્સી આનંદ, સેંગોટ્ટયન અને આદવ અર્જુના પણ હાજર હતા. માનવામાં આવે છે કે શપથ ગ્રહણ સમારોહ ગુરુવારે સવારે 11:30 વાગ્યે યોજાશે અને આ સમારોહમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી હાજરી આપી શકે છે. આ અંગે હજુ સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / ડૉ. વારા પ્રસાદ રાવ પીવી / સુનીલ સક્સેના

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande