બંગાળ માં નવી સરકારની રચનાની અધિસૂચના બાદ હલચલ તેજ, મુખ્ય સચિવ રાજ્યપાલને મળ્યા
કોલકતા, 06 મે (હિ. સ.). પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની પ્રચંડ જીત બાદ નવી સરકારની રચના અંગેની અધિસૂચના બહાર પાડવામાં આવ્યા પછી રાજ્યમાં વહીવટી ગતિવિધિઓ તેજ બની છે. આ જ ક્રમમાં બુધવારે બપોરે મુખ્ય સચિવ દુષ્યંત નારિયાલા
મુખ્ય સચિવ દુષ્યંત નારિયાલા અને રાજ્યપાલ રવિન્દ્ર નારાયણ રવિ


કોલકતા, 06 મે (હિ. સ.). પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની પ્રચંડ જીત બાદ નવી સરકારની રચના અંગેની અધિસૂચના બહાર પાડવામાં આવ્યા પછી રાજ્યમાં વહીવટી ગતિવિધિઓ તેજ બની છે. આ જ ક્રમમાં બુધવારે બપોરે મુખ્ય સચિવ દુષ્યંત નારિયાલાએ રાજભવન પહોંચીને રાજ્યપાલ રવિન્દ્ર નારાયણ રવિ સાથે બીજી વખત મુલાકાત કરી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ચૂંટણી પ્રક્રિયા શરૂ થયા બાદ ચૂંટણી પંચના નિર્દેશ પર નંદિની ચક્રવર્તીને હટાવીને દુષ્યંત નારિયાલાને મુખ્ય સચિવની જવાબદારી સોંપવામાં આવી હતી. બુધવારે મુખ્ય ચૂંટણી અધિકારીની બેઠક પૂરી થયા બાદ તરત જ મુખ્ય સચિવ જરૂરી ફાઈલો સાથે રાજભવન પહોંચ્યા અને રાજ્યપાલ સાથે લાંબી ચર્ચા કરી.

ચૂંટણી પંચ દ્વારા નવી સરકારની રચનાની પ્રક્રિયા શરૂ કરવાની સત્તાવાર જાહેરાત બાદ આ બેઠક ઘણી મહત્વની માનવામાં આવી રહી છે.

અહીં, રાજભવનના ઉત્તર દ્વાર પર મીડિયાની ભારે ભીડ જોવા મળી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારે પોલીસ બળ અને સાદા ગણવેશમાં ગુપ્તચર એજન્સીઓના જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા.

એકંદરે, ચૂંટણી પંચની અધિસૂચના બાદ રાજભવન, નબાન અને ચૂંટણી પંચની કચેરીમાં સતત બેઠકોનો દોર ચાલી રહ્યો છે. સરકાર રચવાની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં પહોંચતી જણાય છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિમન્યુ ગુપ્તા / ગંગા / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande