જામનગરમાં રેઢી હાલતમાં પડેલી કારમાંથી રૂ.3.18 લાખનો અંગ્રેજી દારૂ ઝડપાયો
જામનગર, 06 મે (હિ.સ.) : જામનગર શહેરમાં સિટી બી. ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી દરમિયાન ત્યજી દેવાયેલી વેગેનાર કારમાંથી મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો છે. સીટી “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડ દ્વારા હાથ ધરાયેલી ક
દારૂ


જામનગર, 06 મે (હિ.સ.) : જામનગર શહેરમાં સિટી બી. ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી દરમિયાન ત્યજી દેવાયેલી વેગેનાર કારમાંથી મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો છે. સીટી “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડ દ્વારા હાથ ધરાયેલી કામગીરીમાં કુલ રૂ.4,93,500નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે, જ્યારે આરોપી ફરાર થઈ જતાં તેને ઝડપી પાડવા પોલીસે શોધખોળ હાથ ધરી છે.

જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની અને નાયબ પોલીસ અધિક્ષક જે.એન.ઝાલાના માર્ગદર્શન હેઠળ પ્રોહીબીશન અને જુગારના ગુનાઓ સામે કડક કાર્યવાહી ચાલી રહી છે. તે અનુસંધાને સીટી “બી” ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એન.એમ.ગઢવીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડના પો.સબ ઇન્સ્પેક્ટર ડી.જી.રાજ તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા.

દરમિયાન પોલીસને મળેલ બાતમીના આધારે જામનગર શહેરના શાંતિનગર શેરી નં.04 ખાતે વિજયસિંહ હરીસિંહ જેઠવાના મકાન પાસે ચોક વિસ્તારમાં સિલ્વર કલરની વેગેનાર કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ વેચાણ માટે રાખવામાં આવ્યો હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન ઇંગ્લિશ દારૂના ચપલા નંગ 910 કિ.રૂ. 3,18,500 તેમજ એક સિલ્વર કલરની વેગેનાર કાર (રજી.નં. જી.જે. 10 એફ 8961) કિ.રૂ.1,75,000 મળી કુલ રૂ.4,93,500નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. દારૂનો જથ્થો રાખનાર વિજયસિંહ હરીસિંહ જેઠવા (રહે. શાંતિનગર શેરી નં. 04, જામનગર) ફરાર થઈ જતા તેને ઝડપી પાડવા પોલીસે શોધખોળ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande