ગુજરાત બોર્ડ ધોરણ-10નું પરિણામ જાહેર, 83.86% વિદ્યાર્થીઓ પાસ
અમદાવાદ, 06 મે (હિ.સ.) ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આજે સવારે 8 વાગ્યે ધોરણ-10 (SSC)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે ધોરણ-10નું કુલ પરિણામ 83.86 ટકા નોંધાયું છે. આ પહેલાં ગત 4 મેના રોજ ધોરણ-12 વિજ્ઞા
गुजरात बोर्ड कक्षा 10 का 83.86% रिजल्ट घोषित


અમદાવાદ, 06 મે (હિ.સ.) ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આજે સવારે 8 વાગ્યે ધોરણ-10 (SSC)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે ધોરણ-10નું કુલ પરિણામ 83.86 ટકા નોંધાયું છે. આ પહેલાં ગત 4 મેના રોજ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર જઈને સરળ રીતે પોતાનું પરિણામ જોઈ શકે છે. ઉપરાંત વિદ્યાર્થીઓ 6357300971 નંબર પર પોતાનો સીટ નંબર વોટ્સએપ કરીને સીધી જ મોબાઇલમાં માર્કશીટ મેળવી શકશે.

ફેબ્રુઆરી-માર્ચ 2026 દરમિયાન લેવાયેલી ધોરણ-10 અને 12ની બોર્ડ પરીક્ષામાં રાજ્યભરમાંથી કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાં માત્ર ધોરણ-10માં જ 9.07 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં 1.19 લાખ અને સામાન્ય પ્રવાહમાં 5.01 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષામાં સામેલ થયા હતા.

જાહેર થયેલા પરિણામ મુજબ ધોરણ-10 SSC પરીક્ષામાં કુલ 1,83,674 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જેમાં 1,22,065 નિયમિત વિદ્યાર્થીઓ, 44,806 રિપીટર વિદ્યાર્થીઓ અને 16,763 GSOS (ખાનગી) વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

શિક્ષણ બોર્ડ દ્વારા નાપાસ વિદ્યાર્થીઓ માટે જૂન માસમાં પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. ઉપરાંત વિદ્યાર્થીઓને ‘Best of Two’ યોજના હેઠળ ફરી પરીક્ષા આપીને પોતાના પરિણામમાં સુધારો કરવાની તક પણ આપવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande