
- ચિખલી, રાખેજ, વેળાકોટ, પિખોર અને મોડેલ સ્કૂલ-ઇણાજ સરકારી શાળાઓનું 100% પરિણામ
ગીર સોમનાથ, 06 મે (હિ.સ.) : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ ૧૦ - SSC માધ્યમિકની પરીક્ષા માર્ચ-૨૦૨૬નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાનું પરિણામ ૮૨.૩૪ ટકા આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે જિલ્લાનું પરિણામ ૮૧.૨૧ ટકા હતું. ગીર સોમનાથ જિલ્લાના ધોરણ ૧૦ ના કુલ ૧૪,૧૯૫ માંથી ૧૩,૯૮૧ વિદ્યાર્થીઓએ ધોરણ ૧૦ની પરીક્ષા આપી હતી, જેમાં ૭૮૦ વિદ્યાર્થીઓ A1, ૧૭૪૩ વિદ્યાર્થીઓ A2, ૨૪૧૭ વિદ્યાર્થીઓ B1, ૨૭૩૭ વિદ્યાર્થીઓ B2, ૨૫૪૯ વિદ્યાર્થીઓ C1, ૧૨૨૩ વિદ્યાર્થીઓ C2, ૬૩ વિદ્યાર્થીઓ D ગ્રેડ સાથે એમ કુલ ૧૧,૫૧૨ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.
જિલ્લાના પરીક્ષા કેન્દ્ર પ્રમાણે જોઈએ તો, કોડીનાર-૭૫.૧૮ %, ઉના-૭૬.૭૦ %, વેરાવળ-૭૭.૧૫ %, તાલાલા-૮૯.૨૪ %, સુત્રાપાડા-૮૯.૬૩ %, ડોળાસાં-૭૭.૨૮ %, પ્રભાસ પાટણ-૫૯.૧૨ %, સીમાર (કીડીવાવ)-૮૭.૬૨ %, ખંઢેરી-૯૫.૫૧ %, સુપાસી-૯૬.૪૫ %, ડારી-૯૭.૯૧ %, તડ-૬૯.૫૭ %, ગોરખમઢી-૯૦.૩૭ %, ગીર ગઢડા-૭૭.૪૦ %, અજોઠા -૯૭.૪૭ %, વેળવા -૮૫.૮૬ %, ગોહિલની ખાણ-૯૨.૧૧ %, ભાચા-૮૫.૬૮ %, સવની - ૯૫.૪૭ %, સિંધાજ-૮૧.૧૫%, દેલવાડા-૫૧.૦૪ %, ઘાંટવડ-૬૩.૨૭ %, આલીદર -૯૨.૪૧ %, સિમર (ઉના)-૭૬.૨૬ %, ગુંદરણ-૯૦.૨૦ %, આંકોલવાડી -૮૯.૦૧ %, પ્રશ્નાવડા -૯૨.૩૧ %, ઘૂંસિયા-૯૮.૬૪%, સામતેર-૭૩.૦૯ % પરિણામ આવ્યું છે.
જિલ્લાની સરકારી શાળા ચિખલી, રાખેજ, વેળાકોટ, પિખોર અને મોડેલ સ્કૂલ-ઇણાજ શાળાઓનું પરિણામ ૧૦૦ % આવેલ છે. ઉપરાંત સિંગસર, જૂના ઉગલા, લાટી, મોડેલ સ્કૂલ-ખાપટ. ફૂલકા, ધણેજ, મોડેલ સ્કૂલ-ગોરખમઢી અને વાવરડા સરકારી શાળાઓમાં ૯૦ % થી ઉપરના પરિણામ આવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ