જૂનાગઢ જિલ્લામાં સંકલ્પ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન અંતર્ગત 221 જાગૃત કાર્યક્રમો યોજાયા
જૂનાગઢ, 06 મે (હિ.સ.) : સંકલ્પ ડીસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન દ્વારા મહિલાઓમાં જાગૃતિ અભિયાન અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં સંકલ્પ હેઠળ મહિલાઓ માટે ૨૨૧ જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જૂનાગઢ જિલ્લામાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી સી.જ
જૂનાગઢ જિલ્લામાંસંકલ્પ ડિસ્ટ્રિક્ટ હબ ફોર


જૂનાગઢ, 06 મે (હિ.સ.) : સંકલ્પ ડીસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન દ્વારા મહિલાઓમાં જાગૃતિ અભિયાન અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં સંકલ્પ હેઠળ મહિલાઓ માટે ૨૨૧ જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

જૂનાગઢ જિલ્લામાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી સી.જી. સોજીત્રા તથા દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી બી.ડી. ભાડના માર્ગદર્શન હેઠળ કાર્યરત “સંકલ્પ” ડીસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન (DHEW) ટીમ દ્વારા છેલ્લા એક વર્ષ દરમિયાન મહિલાઓ અને કિશોરીઓને કેન્દ્રમાં રાખીને વ્યાપક જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત જિલ્લામાં ગામડાઓ તથા શહેરી વિસ્તારોમાં કુલ ૨૨૧ જેટલા જાગૃતિકરણ કાર્યક્રમો સફળતાપૂર્વક યોજાયા હતા.

આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ છેવાડાના વિસ્તારોમાં વસવાટ કરતી મહિલાઓ અને કિશોરીઓને વિવિધ સરકારી યોજનાઓ, તેમના અધિકારો અને સશક્તિકરણના માર્ગ વિશે માહિતગાર કરીને તેમને આત્મનિર્ભર બનાવવાનો રહ્યો હતો.

મહિલાઓને બેટી બચાવો બેટી પઢાવો યોજના, મહિલા સ્વાવલંબન યોજના, વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના તેમજ ગંગા સ્વરૂપા પુનઃલગ્ન સહાય યોજના જેવી વિવિધ યોજનાઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

૧૮૧ અભયમ હેલ્પલાઇન, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન આધારિત સપોર્ટ સેન્ટર, ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ તથા કાર્યસ્થળ પર થતી જાતીય સતામણી રોકવા માટેના કાયદાઓ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. કિશોરીઓ અને સગર્ભા મહિલાઓ માટે પોષણયુક્ત આહાર, સ્વચ્છતા અને આરોગ્ય સંભાળ અંગે માર્ગદર્શન સાથે જાગૃતિ શિબિરો યોજવામાં આવી હતી.

મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે વિવિધ વ્યવસાયિક તાલીમ તથા લોન સહાય અંગે માહિતી આપવામાં આવી હતી.

જિલ્લા મહિલા અને બાળ અધિકારએ જણાવ્યું હતું કે, “મહિલાઓ અને કિશોરીઓ સામાજિક અને આર્થિક રીતે સશક્ત બને તે જ આ હબનો મુખ્ય ધ્યેય છે. ૨૨૧ જેટલા કાર્યક્રમો દ્વારા હજારો મહિલાઓ સુધી સીધો સંપર્ક સાધવામાં સફળતા મળી છે અને આગામી સમયમાં આ પ્રવૃત્તિઓને વધુ વેગ આપવામાં આવશે.”

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande