ખોરાસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા બહેનો માટે વિશેષ ‘ANC તપાસ કેમ્પ’ યોજાયો
જુનાગઢ,6 મે (હિ.સ.) માળીયા હાટીના તાલુકાના ગ્રામ્ય અને દૂરના વિસ્તારમાં રહેતી સગર્ભા બહેનોને ‘ખિલખિલાટ’ વાહન દ્વારા વિશેષ સુવિધા પૂરી પાડવામાં આવી. જૂનાગઢ જિલ્લાનાં માળીયા હાટીના તાલુકાના ખોરાસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે સગર્ભા માતાઓની
ખોરાસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા બહેનો માટે


જુનાગઢ,6 મે (હિ.સ.) માળીયા હાટીના તાલુકાના ગ્રામ્ય અને દૂરના વિસ્તારમાં રહેતી સગર્ભા બહેનોને ‘ખિલખિલાટ’ વાહન દ્વારા વિશેષ સુવિધા પૂરી પાડવામાં આવી. જૂનાગઢ જિલ્લાનાં માળીયા હાટીના તાલુકાના ખોરાસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે સગર્ભા માતાઓની આરોગ્ય સુખાકારી માટે વિશેષ 'ANC તપાસ કેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ગ્રામ્ય અને દૂરના વિસ્તારમાં રહેતી સગર્ભા બહેનોને કેમ્પ સુધી લાવવા અને પરત પહોંચાડવા માટે 'ખિલખિલાટ' યોજનાના વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેથી બહેનોને અવર-જવરમાં સરળતા રહી હતી.

આ કેમ્પમાં નિષ્ણાત ગાયનેક ડોક્ટર સાગર ગોહેલ દ્વારા સગર્ભા મહિલાઓની પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. આ સાથે ખોરાસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. દીપક વાઢેર દ્વારા સગર્ભા અવસ્થા દરમ્યાન રાખવી પડતી કાળજી અને તકેદારી અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા તમામ સગર્ભાઓના જરૂરી લેબ રિપોર્ટ સ્થળ પર જ કરવામાં આવ્યા હતા. આ સાથે જ આરોગ્ય કર્મચારીઓ દ્વારા હાલની કાળઝાળ ગરમી (હીટવેવ) સામે રક્ષણ મેળવવાના ઉપાયો અને સગર્ભા અવસ્થામાં પોષણયુક્ત આહારના મહત્વ વિશે વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં ડો નલિન કમાણી, આયુષ મેડિકલ ઓફિસર ખોરાસા અને તાલુકા હેલ્થ સુપરવાઈઝર મિતેશ કછોટ હાજર રહ્યા હતા અને સમગ્ર વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. સરકારી યોજનાઓના સંકલન સાથે યોજાયેલા આ કેમ્પનો ગ્રામીણ વિસ્તારની મહિલાઓએ ઉત્સાહપૂર્વક લાભ લીધો હતો.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande