માનકુવા-નવાવાસ શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવે શ્રી ઘનશ્યામ મહારાજની રજત તુલા યોજાઇ
કચ્છ, 06 મે (હિ.સ.) : શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, માનકુવા-નવાવાસ શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવે શ્રી ઘનશ્યામ મહારાજ રજત તુલા શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ
સ્વામિનારાયણ મંદિરમાં રજત તુલા


કચ્છ, 06 મે (હિ.સ.) : શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, માનકુવા-નવાવાસ શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવે શ્રી ઘનશ્યામ મહારાજ રજત તુલા શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના અધ્યક્ષ પદે યોજાઇ તેમજ ષોડશોપચારથી પૂજન, અર્ચન, અન્નકૂટ, આરતી વિગેરે આધ્યાત્મિક સભર કાર્યક્રમો પણ યોજાયા હતા.

પંચ દિનાત્મક વિશ્વશાંતિ મહોત્સવમાં ઓપનિંગ સેરેમની, વિવિધ ગ્રંથોની પારાયણો, મહિલા ઉત્કર્ષ શિબિર, ભકિત સંગીત જેમાં કચ્છના સંગીતકાર કે જેઓને સંગીત કેસરીના બિરુદથી નવાજાયેલ એવા શ્રી કાર્તિકભાઈ વરસાણી દ્વારા યોજાયેલ, ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમ, વિવિધ નૃત્યો, સમુહ રાસ વિગેરે વૈવિધ્ય સભર ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા અબોલ પશુઓ માટે ઘાસચારો, હોસ્પિટલ તથા વિવિધ કાર્યો માટે દાન, રાધા બા સેવા ચેરીટેબલ ટ્રસ્ટને રૂા. ૫૦,૦૦૦/- નું દાન અર્પણ કરાયું હતું તથા પર્યાવરણના જતન માટે વૃક્ષોની જાળવણી, માવજત અંગેના વિવિધ કાર્યો કરવામાં આવ્યા હતા.

પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે પર્યાવરણ જાળવણી અંગે આશિર્વાદમાં જણાવ્યું હતું કે, જેમ રક્ષીશું જળ, જમીન અને જંગલ તો જીવન રહેશે સદા મંગલ માટે પર્યાવરણના જતન માટે હાકલ કરી હતી. આ અવસરનો ઘણી મોટી સંખ્યામાં દેશ વિદેશના હરિભક્તોએ ભકિતભાવપૂર્વક લ્હાવો લીધો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande