ફુદેડા (તા. વિજાપુર, જિ. મહેસાણા) ખાતે શાળાઓનો વાર્ષિકોત્સવ ધામધૂમથી ઉજવાયો
મહેસાણા, 06 મે (હિ.સ.)વિજાપુર તાલુકાના ફુદેડા ગામમાં સ્થિત શ્રી પ્રકાશ કેળવણી મંડળ સંચાલિત શ્રી સી.જી. ભક્ત સાર્વજનિક હાઈસ્કૂલ અને શ્રીમતી જી.બી. ભક્ત પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે વાર્ષિકોત્સવ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. રવિવા
ફુદેડા (તા. વિજાપુર, જિ. મહેસાણા) ખાતે શાળાઓનો વાર્ષિકોત્સવ ધામધૂમથી ઉજવાયો


ફુદેડા (તા. વિજાપુર, જિ. મહેસાણા) ખાતે શાળાઓનો વાર્ષિકોત્સવ ધામધૂમથી ઉજવાયો


મહેસાણા, 06 મે (હિ.સ.)વિજાપુર તાલુકાના ફુદેડા ગામમાં સ્થિત શ્રી પ્રકાશ કેળવણી મંડળ સંચાલિત શ્રી સી.જી. ભક્ત સાર્વજનિક હાઈસ્કૂલ અને શ્રીમતી જી.બી. ભક્ત પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે વાર્ષિકોત્સવ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. રવિવારના રોજ રાત્રે 8:30 કલાકે યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને ઉપસ્થિત જનમેદનીને મંત્રમુગ્ધ કરી હતી.

કાર્યક્રમમાં ગામના આગેવાન અને સામાજિક કાર્યકર તરુણ પટેલ મુખ્ય ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગ્રામજનોને શિક્ષણના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે આશરે 2000 લોકોની ઉપસ્થિતિમાં ગામના સર્વાંગી વિકાસ અને શિક્ષણ પ્રત્યે પ્રતિબદ્ધ રહેવાનો શપથ લેવડાવવામાં આવ્યો હતો, જે કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બન્યું હતું.

તરુણ પટેલે જણાવ્યું હતું કે, ગામના બાળકોને ગામમાં જ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે જરૂરી છે અને સમગ્ર ગામ તેમની પાછળ ઊભું છે. કાર્યક્રમ દરમિયાન શાળા વ્યવસ્થાપન દ્વારા વિદ્યાર્થીઓના પ્રદર્શનને બિરદાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ શિક્ષણ, સંસ્કૃતિ અને સામાજિક એકતાનું સુંદર પ્રતિબિંબ બની રહ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande